Viral Video : આ યુવકે ભંગારમાંથી બનાવી દીધી ઈલેક્ટ્રિક જીપ , ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ બની ગયા ફેન

|

Aug 20, 2022 | 9:29 PM

હાલમાં આંનદ મહિન્દ્રાએ આવો જ એેક જુગાડનો વીડિયો (Jugaad Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : આ યુવકે ભંગારમાંથી બનાવી દીધી ઈલેક્ટ્રિક જીપ , ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ બની ગયા ફેન
Viral Video
Image Credit source: twitter

Follow us on

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ભારતના કેટલાક લોકોના જુગાડ ટેકનોલોજીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. આવા વીડિયો વિદેશમાં પણ ખુબ પસંદ કરવામાં આવે છે. ભારતના પ્રખ્યાત ઉધોગપતિ આંનદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતા હોય છે અને આવા જુગાડુ ભારતીયોના વીડિયો પણ શેર કરતા હોય છે. આ વીડિયો ખુબ જ અદ્ભુત અને આશ્વર્યમાં મુકી દે તેવા હોય છે. હાલમાં આંનદ મહિન્દ્રાએ આવો જ એેક જુગાડનો વીડિયો (Jugaad Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

કેટલાક લોકો પાસે એટલા જોરદાર આઈડિયા અને મગજ હોય છે કે તેમના ટેલેન્ટથી બનેલી અનોખી વસ્તુને જોઈને મોટા મોટા વિશેષજ્ઞો પણ દંગ રહી જાય છે. ભારતના એક રાજ્યના યુવકે જીગાડ ટેકનોલોજીથી એક અદ્દભુત કામ કરી બતાવ્યુ છે.આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક અનોખી જીપ બનાવી રહ્યો છે. આ જીપ પેટ્રોલ કે ડીઝલથી નહીં પણ વીજળીથી ચાલે છે. તેની ખાસિયત એ છે કે તમે તેના આગળ અને પાછળના પૈડાને અલગ અલગ નિયંત્રિત કરી શકો છો. તેને એક ભંગારમાં પડેલી જીપ પર આ પ્રયોગ કરી બતાવ્યો હતો.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો આંનદ મહિન્દ્રાની એક ટ્વિટર પોસ્ટનાની નીચે એક યુઝરે શેર કર્યો હતો. આ વીડિયો ફક્ત 45 સેકેન્ડનો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક યુઝરે લખ્યુ છે કે, આ એન્જિનયરિંગનો ઉત્તમ નમુનો છે. એક બીજા યુઝરે લખ્યુ છે કે, ઓછા સંશાધનોમાં વધારે કામ કરવા જેવી વાત હતી આ વીડિયોમાં. આ સિવાય પણ લોકોએ પોતપોતાની વાત રજૂ કરી હતી.

Next Article