Viral Video: આવું તો જાપાનમાં જ થાય ! નાળાઓમાં ગંદકીને બદલે તરી રહી છે સુંદર માછલીઓ, જુઓ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.5 મિલિયન એટલે કે 15 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 95 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ સાથે જ લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Viral Video: આવું તો જાપાનમાં જ થાય ! નાળાઓમાં ગંદકીને બદલે તરી રહી છે સુંદર માછલીઓ, જુઓ વીડિયો
Viral Video
| Edited By: | Updated on: Sep 24, 2023 | 6:58 PM

તમારી આજુબાજુને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી તમે સ્વચ્છતાનું મહત્વ નહીં સમજો ત્યાં સુધી દેશ ક્યારેય સ્વચ્છ નહીં બની શકે. જો કે, દેશ એવા લોકોથી ભરેલો છે જેઓ દરેક જગ્યાએ ગંદકી ફેલાવવામાં ગર્વ અનુભવે છે. આ જ કારણ છે કે આપણા નાળા અને ગટરો ગંદકીથી ભરેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જાપાનમાં (Japan) નાળાઓ એટલા સ્વચ્છ છે કે તમે પાણીની ઉપરથી તેની સપાટી (Water Level) સુધી જોઈ શકો છો.

જાપાન ઘણી વસ્તુઓ માટે જાણીતું છે. આવા આવિષ્કારો અહીં જોવા મળે છે, જે લોકોને વિચારવા મજબૂર કરે છે. હાલમાં અહીંની ગટર લોકોમાં આશ્ચર્ય પમાડી રહી છે.

નાળાઓમાં રંગબેરંગી માછલીઓ તરતી જોવા મળી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અહીંની ગટર જોઈ શકાય છે. નવાઈની વાત એ છે કે આ નાળાઓ નદીઓના વહેતા પાણીની જેમ સ્વચ્છ છે અને તેનાથી પણ રસપ્રદ વાત એ છે કે આ નાળાઓમાં રંગબેરંગી માછલીઓ તરતી જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નદીના પાણીની જેમ આ સ્વચ્છ ગટર જાપાનના નાગાસાકીમાં છે. જો કે, TV9 આ દાવાને સાચા હોવાની પુષ્ટિ કરતું નથી.

અહી જુઓ વીડિઓ

 

 

વીડિયો 15 લાખ વખત જોવામાં આવ્યો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર timmy727 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.5 મિલિયન એટલે કે 15 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 95 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ સાથે જ લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

આ પણ વાંચો : Viral Video: તમે આવો બેડરૂમ ક્યારેય નહીં જોયો હોય, આ વ્યક્તિએ ચાલતા ટ્રક પર સેટ કર્યો પોતાનો બેડ, જુઓ વીડિયો

જાપાન વિશ્વનો સૌથી વિકસિત દેશ

કોઈ કહે છે કે આ કારણે જ જાપાન વિશ્વનો સૌથી વિકસિત દેશ છે, તો કોઈ કહે છે કે જ્યારે હું જાપાન ગયો ત્યારે આ સ્થળ જોવાનું કેવી રીતે ચૂકી ગયો. તે જ સમયે, એક યુઝરે એમ પણ કહ્યું કે, હું જાપાનીઝ છું. આ પાણી ખરેખર ચોખાની ખેતી માટે વહી રહ્યું છે, તેથી તે ચોખ્ખુ છે. આ ગટરનું પાણી નથી.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો