Viral Video: રોયલ લાઈફ જીવી રહ્યા છે આ પશુ-પક્ષી, તેમની લાઈફસ્ટાઈલ જોઈ તમને પણ થશે ઈર્ષા

લોકોને આવા પ્રાણીઓ પાળવા પણ ખુબ પસંદ હોય છે. તેઓ તેમને પ્રેમ અને સુવિધા પોતા બાળકની જેમ આપતા હોય છે. આવા જ કેટલાક પશુ-પક્ષીઓના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે. તેને જોઈને તમને ઈર્ષા પણ થશે.

Viral Video: રોયલ લાઈફ જીવી રહ્યા છે આ પશુ-પક્ષી, તેમની લાઈફસ્ટાઈલ જોઈ તમને પણ થશે ઈર્ષા
Viral Video
Image Credit source: TV9 gfx
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:37 PM

Funny Video: સોશિયલ મીડિયા આજના જમાનામાં માણસો માટે એક વરદાન સમાન છે. આખા દિવસના થાકથી કંટાળેલા વ્યક્તિના મૂડને સારુ કરવા માટે સોશિયલ મીડિયા મહત્વનો ભાગ ભજવતું હોય છે. સોશિયલ મીડિયા પર રોજ લાખો વીડિયો વાયરલ થતા હોય છે, તેમાંથી હજારો યુનિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીને લગતા વીડિયો પણ ખુબ વાયરલ થતા હોય છે. લોકોને આવા પ્રાણીઓ પાળવા પણ ખુબ પસંદ હોય છે. તેઓ તેમને પ્રેમ અને સુવિધા પોતા બાળકની જેમ આપતા હોય છે. આવા જ કેટલાક પશુ-પક્ષીઓના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે. તેને જોઈને તમને ઈર્ષા પણ થશે.

આ રહ્યા એ વાયરલ વીડિયો

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે 2 પોપટ એક કારમાં શાંતિથી ઝુલાઝુલી રહ્યા છે. આ કાર ચાલી રહી છે. તેમાં બન્ને પોપટ એક અમીર માણસની જેમ આ સુવિધાનો આનંદ માણી રહ્યા છે. બન્ને વિદેશી પોપટ તેમના આવા જીવનથી ખુશ છે. તેમને પાળવા વાળા માલિકે તેમની સુવિધામાં કોઈ બાંધછોડ નથી કરી. આવી સુવિધા તો કદાચ અમીર માણસોની સંતાનને પણ નહીં મળતી હોય.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ટ્રેનર એક મગરને બ્રશથી સાફ કરી રહી છે. તેના બ્રશથી તે નાના મગરના બચ્ચાના આખા શરીરને સાફ કરી રહી છે. તે મહિલા ટ્રેનરના આ કામથી મગરના બચ્ચાને ખુબ આનંદ મળી રહ્યો છે. તેની ખુશી તેના મોઢાની હસી અને બંધ આંખ પરથી લગાવી શકાય છે.

કેટલીકવાર પાળેલા પશુ-પક્ષીને વધારે છૂટછાટ અને પ્રેમ આપવો પણ ભારે પડી શકે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પોપટે તેના માલિકના ખરીદીવાળા સામાનને પૂરેપૂરી રીતે બરબાદ કરી નાખ્યો છે. તેના માલિકને જાણ થતા તેઓ તેની તરફ ગુસ્સાથી જુએ છે પણ તે પોપટને તેનાથી કોઈ ફરક નથી પડતો. તે તો તેના આ કામ પર ગર્વ કરીને ગોળ ગોળ ફરી રહ્યો છે. અને પોતાની ભાષામાં કઈને કઈ બોલી રહ્યો છે.