વડીલો પોતાના બાળકોને હંમેશા સલાહ આપતા હોય છે કે ઘરની બહાર રસ્તા પર જ્યારે પણ નીકળો તો સાવચેતી રાખો, ચારેય તરફ જોઈને ચાલો, બાઈક પર હોય તો હેલ્મટ પહેરો અને ગાડીમાં હોય તો સીટ બેલ્ટ પહેરો. તેમની વાત સાચી જ છે, નાનકડી બેદરકારી અને આળસને કારણે ઘણીવાર અકસ્માત થાય છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે. અકસ્માત નાના હોય કે મોટા તે વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક રીતે નુકશાન પહોંચાડે છે. તેના કારણે ઘણીવાર પોતાના લોકોને ગુમાવવાનો વારો આવે છે. અકસ્માતના અનેક વીડિયો (Shocking video) સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતા હોય છે. હાલમાં કાર અને બાઈકના અકસ્માતનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શહેરના ચાર રસ્તાના ટ્રાફિક સિગ્નલ પાસેથી 2 કાર પસાર થઈ રહી છે. તેવામાં દૂરથી એક વાહન આવતુ દેખાય છે, જેને કારણે 2 કાર ચાલક પોતાની કારની સ્પીડ ઓછી કરે છે. સામેથી જે વાહન આવી રહ્યુ હતુ તે એક બાઈક હતી. બાઈક એટલી સ્પીડમાં હતી કે બાઈક ચાલક તેની બાઈકની સ્પીડ ઓછી નથી કરી શકતો. જેના કારણે તે બાઈક અને બાઈક ચાલક સીધા એક કારમાં જઈને ભટકાય છે. આ કાર અને બાઈક વચ્ચેની ટક્કર ખુબ ચોંકાવનારી હતી. આ વીડિયો જોઈ કોઈના પણ રુંવાડા ઉભા થઈ શકે છે. આ ખતરનાક ટક્કરને કારણે બાઈકના ટૂકડે ટૂકડા થઈ જાય છે અને બાઈક ચાલક દૂર જઈને પડે છે. આ વીડિયો ક્યાનો છે અને બાઈક ચાલકની હાલત કેવી હતી તે જાણવા નથી મળ્યુ.
— Vicious Videos (@ViciousVideos) August 15, 2022
આ ખતરનાક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડયા પ્લેટફોર્મ ટ્વિટર પર Vicious Videos નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો હજારો વ્યૂ આવ્યા છે. લોકોએ આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી છે. કેટલાક લોકો કારચાલકની ભૂલ ગણાવી રહ્યા છે તો કોઈક બાઈકચાલકની ભૂલ કાઢી રહ્યા છે. એક યૂઝરે તો લખ્યુ છે કે બાઈક ચાલકની સ્પીડ વધારે હતી, તેણે પોતાની સ્પીડ ઓછુ કરવી જોઈતી હતી. કેટલીકવાર ઝડપની મજા એ મોતની સજામાં પરિણમે શકે છે.