Viral Video: પહેલા ચીનમાં જીત્યો ગોલ્ડ, પછી રાખ્યુ તિરંગાનું માન, ઝંડાને બચાવવા માટે માર્યો કૂદકો

19મી એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ભારત માટે 17મો ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ આ સમય દરમિયાન નીરજે કંઈક આવું જ કર્યું. જેને જોઈને દરેક ભારતીયનું દિલ ખુશ થઈ ગયું છે. આ દરમિયાન કંઈક એવું થયું અને નીરજ ચોપરા કંઈક એવું કર્યું જેના કારણે તેમણે માત્ર મેડલ જ નહીં, પરંતુ સમગ્ર એક કૂદકો મારી ભારતનું દિલ જીતી લીધું હતું.

Viral Video: પહેલા ચીનમાં જીત્યો ગોલ્ડ, પછી રાખ્યુ તિરંગાનું માન, ઝંડાને બચાવવા માટે માર્યો કૂદકો
| Edited By: | Updated on: Oct 05, 2023 | 8:32 AM

Viral Video:  વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ 19મી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ 88.88 મીટરના અંતરે બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન દેશભરમાંથી નીરજને અભિનંદનના સંદેશા આવવા લાગ્યા હતા જે હજી પણ ચાલુ છે.

આ પણ વાંચો: કાકાને ચેલેન્જ કરવી યુવકને પડી ભારે, એવા પુશઅપ્સ કર્યાને યુવકને વળી ગયો પરસેવો, જુઓ મેટ્રોનો Viral Video

જો ખરા અર્થમાં જોવામાં આવે તો નીરજે ચોપરાએ ચીનની ધરતી પર પોતાનું નામ સુવર્ણ પાનામાં નોંધાવ્યું છે. આ દરમિયાન કંઈક એવું થયું અને નીરજ ચોપરા કંઈક એવું કર્યું જેના કારણે તેમણે માત્ર મેડલ જ નહીં, પરંતુ સમગ્ર એક કૂદકો મારી ભારતનું દિલ જીતી લીધું હતું.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ જ્યારે નીરજ ચોપરા દર્શકોની વચ્ચે તેમનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા ત્યારે કોઈએ તેમની તરફ ભારતનો ઝંડો ફેંક્યો હતો. તિરંગો જમીન પર પડી રહ્યો હતો ત્યારે નીરજે એક શાનદાર કૂદકો મારી કેચ કરીને તેને પોતાના હાથમાં લીધો અને તેને જમીન પર પડતા બચાવ્યો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.

આ વીડિયોને X (પહેલાનું ટ્વીટર) પર @sagarcasm નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને એક લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોની સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, નીરજ ચોપરાને સોનું પસંદ છે પરંતુ તેના કરતા ધ્વજ વધુ પસંદ છે.

આ વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રકારના પ્રતિક્રિયા આપી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ જ કારણ છે કે સમગ્ર દેશ નીરજ ચોપરાને પ્રેમ કરે છે કારણ કે તે તિરંગાને પ્રેમ કરે છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તે ભારતનો ગોલ્ડન બોય છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે કંઈક અલગ છે. આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સે આ પર કોમેન્ટ કરીને પોતાનો વિચારો રજૂ કરી રહ્યા છે.

 

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો