વાયરલ વીડિયો: 9 કલાક મોડી આવી ટ્રેન, પ્લેટફોર્મ પર નાચવા લાગ્યા યાત્રીઓ

ઘણીવાર ટ્રેનો 1-2 કલાક મોડી પણ આવતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મોડી ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મોડી ટ્રેનને આવતા જોઈ યાત્રીઓએ પ્લેટફોર્મ પર એવુ કામ કર્યુ કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

વાયરલ વીડિયો: 9 કલાક મોડી આવી ટ્રેન, પ્લેટફોર્મ પર નાચવા લાગ્યા યાત્રીઓ
Train arrived 9 hours late passengers started dancing on the platform
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 29, 2022 | 5:13 PM

ભારતીય રેલવે એ ભારતીયો માટે એક જીવાદોરી સમાન છે. ભારતીય ટ્રેનોમાં રોજ હજારો યાત્રીઓ યાત્રા કરે છે. ભારતીય રેલવે મંત્રાલય છેલ્લા ઘણા સમયથી યાત્રીઓની સુવિધામાં વધારો કરી રહ્યુ છે. છેલ્લા ઘણો વર્ષોથી ભારતીય ટ્રેનો અને પ્લેટફોર્મ પહેલા કરતા વધારે સુંદર અને શાનદાર દેખાઈ રહ્યા છે. ઘણીવાર ટ્રેનો 1-2 કલાક મોડી પણ આવતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મોડી ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મોડી ટ્રેનને આવતા જોઈ યાત્રીઓએ પ્લેટફોર્મ પર એવુ કામ કર્યુ કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

ટ્રેનનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર હાર્દિક બોન્થૂ નામના યુઝરે શેયર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે ટ્રેન 9 કલાક મોડી આવી છે. મોડી ટ્રેન આવતા જ લોકો એ કંઈક આવી પ્રતિક્રિયા આપી. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને રિટ્વિટ કરીને લખ્યુ છે કે, ટ્રેન મોડી થતા ઘણા લોકો નજીકની હોટલમાં જઈને સૂઈ ગયા હતા. ટ્રેનની રાહ જોઈને અનેક યાત્રીઓ પ્લેટફોર્મ પર કંટાળી ગયા હતા. પણ જેવી ટ્રેન 9 કલાક બાદ આવી કે પ્લેટફોર્મ પર યાત્રીઓ ખુશીથી નાચવા લાગ્યા હતા. આ વીડિયો કઈ જગ્યાનો છે અને આ ટ્રેન કઈ છે તેની માહિતી મળી નથી પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આટલી મોડી ટ્રેન આવે તો હું તો ના રહી શકું. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલા ખુશમિજાજ લોકો છે, આવો જ ખુશમિજાજી મારે બનવુ છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ટીડીઆર ફાઈલ કરીને રિફંડ લઈ લો.