Viral Video : દુલ્હન બની પરીક્ષાખંડમાં પોંહચી યુવતી, Video જોતા જ અનેક લોકોએ કરી કોમેન્ટ

તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન આકર્ષિત કરતો જોવા મળ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી કારની અંદર દુલ્હનના લુકમાં બેઠેલી જોઈ શકાય છે.

Viral Video : દુલ્હન બની પરીક્ષાખંડમાં પોંહચી યુવતી, Video જોતા જ અનેક લોકોએ કરી કોમેન્ટ
Viral Video The girl who became a bride and appeared in the examination hall many people commented on the video
| Edited By: | Updated on: Feb 13, 2023 | 7:03 AM

સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં ઘણા વીડિયો જોયા પછી યુઝર્સ અચરજમાં જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુઝર્સમાં લોકપ્રિય બની રહ્યો છે. સામાન્ય રીતે આપણે વાયરલ વીડિયોમાં વર-કન્યાને ચૂંટણીના દિવસે વોટ આપતા જોયા હશે. પરંતુ આ વાયરલ થયેલા વીડિયોમા કંઈક અલગ જ જોવા મળે છે.

આ પણ વાંચો : Dance Video: યુવકે પોતાના ડાન્સથી મચાવી ધમાલ, લોકોએ કહ્યુ આની સામે તો છોકરીઓ પણ ફેલ છે

તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન આકર્ષિત કરતો જોવા મળ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવતી કારની અંદર દુલ્હનના લુકમાં બેઠેલી જોઈ શકાય છે. જેને જોઈને પહેલી નજરે યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે મેક-અપ કરીને તૈયાર થઈને લગ્ન સમારોહમાં જઈ રહી છે.

 

વીડિયોમાં યુવતી દુલ્હનના વેશમાં તે તેની પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહી છે. વિડિયોમાં આગળ વધતાં જાણવા મળ્યું છે કે યુવતી મેડિકલ કોલેજમાં ભણે છે, જે તેના લગ્નના દિવસે પ્રેક્ટિકલ હોય છે. જેના કારણે તે પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચે છે. જેને જોઈને બધા લોકો દંગ રહી જાય છે.

 

હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ એક બીજા સાથે શેર કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 25 લાખથી વધુ વ્યૂઝ અને એક લાખ 60 હજારથી વધુ લાઈક્સ મળી છે. તે જ સમયે, યુઝર્સ સતત વિડિઓ પર કોમેન્ટ કરી રહ્યા છે. મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે આવી સ્થિતિમાં લગ્નની તારીખ બદલવી જોઈએ. તે જ સમયે, મોટાભાગના યુઝર્સે મહિલાના સમર્પણની પ્રશંસા કરી હતી.