Viral Video: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પછાડ્યુ, બોલિંગ બાદ હવે બેટિંગમાં પણ કર્યો કમાલ, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ

|

Jan 21, 2023 | 10:43 PM

Viral Video: રોહિત શર્માની કેપ્ટનસીવાળી ભારતીય ક્રિકેટ ટીમે નવા વર્ષમાં સતત બીજી વનડે સીરીઝ જીતી લીધી છે. રાયપુરમાં રમાઈ રહેલ સિરીઝમાં બોલરોએ કહે વરતાવ્યો અને બાકી રહેલી કસર બેટિંગમાં પુરી કરી દીધી. ત્રણ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ આવી ગઈ છે અને સિરીઝ પોતાના નામે કરી લે છે.

Viral Video: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને પછાડ્યુ, બોલિંગ બાદ હવે બેટિંગમાં પણ કર્યો કમાલ, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ
ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને આપી માત
Image Credit source: Twitter/@SachinDhondge70

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન ડે સિરીઝની બીજી મેચ રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરતા ભારતીય બોલર્સે પણ આ મેચમાં તેમનો કહેર વરતાવ્યો અને ન્યૂઝીલેન્ડને ઘૂંટણીએ લાવી દીધુ.

ન્યૂઝીલેન્ડની ટીમમાંથી કોઈ ખેલાડી ભારતીય બોલરો સામે ટકી ન શક્યા. પરિણામે ન્યૂઝીલેન્ટની ટીમ ફક્ત 108 રનમાં ઢેર થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3, હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આસાન ટાર્ગેટનો જવાબ આપવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા ઘણી કોન્ફીડન્ટ જોવા મળી. રોહિત શર્માએ 50 બોલમાં 51 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન રોહિત શર્માએ 7 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા. ત્યારબાદ બાક રહેલુ કામ અન્ય ખેલાડીઓએ પુરુ કરી દીધુ. અને 20.1 ઓવરમાં બે વિકેટના નુકસાનથી 111 રન બનાવી આ સિરીઝની બીજી મેચ જીતી 2-0ની લીડ બનાવી લીધી છે.

અહી જુઓ રિએક્શન્સ:

 


 

Published On - 10:19 pm, Sat, 21 January 23

Next Article