વાયરલ વીડિયો : યુવકના હાથ પર મધમાખીઓએ બનાવ્યો મધપૂડો, કારણ જાણી ચોંકી ગયા લોકો

એક યુવકના હાથ પર મધમાખીઓએ મધપૂડો બનાવી દીધો છે અને તે યુવક આરામથી તેની સાથે જ ફરી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ વીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો : યુવકના હાથ પર મધમાખીઓએ બનાવ્યો મધપૂડો, કારણ જાણી ચોંકી ગયા લોકો
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 28, 2022 | 5:06 PM

સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો અપલોડ થતા હોય છે. કેટલાક વીડિયો એટલા અજબ-ગજબના હોય છે કે અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. એક યુવકના હાથ પર મધમાખીઓએ મધપૂડો બનાવી દીધો છે અને તે યુવક આરામથી તેની સાથે જ ફરી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ વીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો કઈ જગ્યાનો છે ? તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયોને જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં મુકાયા છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક આંખો પર કાળા ચશ્મા લગાવી એક ગલ્લીમાંથી પસાર થઈ રહ્યો છે. તેના ડાબા હાથમાં મધમાખીઓનું ઝુંડ છે. પહેલી નજરે લાગે છે કે મધમાખીઓએ તે યુવકના હાથ પર મધપૂડો બનાવ્યો છે અને કોઈ કારણસર તેને દંખ પણ મારી રહી છે. પણ મધમાખીઓએ તેને કોઈ નુકશાન નથી પહોંચાડતી. મધમાખીઓના આવા વર્તન પાછળનું કારણ પણ ચોંકાવનારુ છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

મીડિયા રિપોર્ટ અનુસાર, આ વીડિયો અમેરિકાના કોઈ શહેરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ યુવક મધમાધીઓની દુકાન ચલાવે છે, તે તેમાંથી મળતા મધનો વેપાર કરે છે. તેણે પોતાના હાથની મુઠ્ઠીમાં મધમાખીઓની રાણીને પકડી લીધી હતી. તે જ કારણે તમામ મધમાખીઓએ પોતાની રાણીની રક્ષા માટે તે યુવકના હાથની આસપાસ જમા થઈ ગઈ હતી. મધમાખીઓનું આ વર્તન વફાદારીની શીખ પણ આપે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.