Viral Video: બે કારના ફુરચે ફુરચા ઉડાડીને નીકળી ગઈ SUV, ભયાનક એક્સિડેન્ટનો જુઓ વીડિયો

|

Jul 22, 2022 | 1:09 PM

વીડિયોમાં બે કારને SUVએ ટક્કર મારી એ સમયે ફુટપાથ પરથી કેટલાક લોકો પણ જઈ રહ્યા હતા. લોકો કંઈ સમજે ત્યાં તો પૂરઝડપે આવતી SUV બે કારને ફાડીને પસાર થઈ ગઈ હતી.

Viral Video: બે કારના ફુરચે ફુરચા ઉડાડીને નીકળી ગઈ SUV, ભયાનક એક્સિડેન્ટનો જુઓ વીડિયો
માર્ગ દુર્ઘટનાનો આ વીડિયો જુઓ, કંપારી છૂટી જશે
Image Credit source: Twitter

Follow us on

એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં દર વર્ષે લગભગ 15 લાખ લોકો માર્ગ અકસ્માત (Road Accident) માં મૃત્યુ પામે છે. તો બે થી પાંચ કરોડ લોકો બિન-જીવલેણ અકસ્માતોનો ભોગ બને છે. જેમાંથી અનેક લોકો અકસ્માતમાં હાથ અને પગ પણ ગુમાવે છે. મોટાભાગના કિસ્સામાં ટ્રાફિકના નિયમો (Traffic Rules)ની અવગણના જ સામે આવી છે. હાલમાં જ એક ધબકારો ચૂકી જવાય એવો અકસ્માતનો વીડિયો (VIdeo) સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે આવતી SUV રોડની સાઈડમાં પાર્ક કરેલી બે કારને ફાડીને નીકળી ગઈ હતી. આ વિડિયો માત્ર 10 સેકન્ડનો છે, પરંતુ તેને જોનારા કોઈનો પણ શ્વાસ અધ્ધર થઈ જશે.

અકસ્માતો આમંત્રણ વિનાના મહેમાન જેવા હોય છે. જે ક્યારે અને કોની સાથે થઈ જાય, કોઈને ખબર નથી હોતી. આથી જ રસ્તા પર ચાલતી વખતે હંમેશા સાવચેતી રાખવી જોઈએ. પછી ભલે તમે પગપાળા ચાલીને કેમ ન જતા હોવ. હવે એક્સિડેન્ટના આ વાયરલ વીડિયોને જુઓ. વાયરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ઘણો ટ્રાફિક છે. બધું બરાબર ચાલી રહ્યું છે. અચાનક એક ફુલ સ્પીડથી SUV આવી ચડે છે અને આંખના પલકારામાં બે કારને જોરદાર ટક્કર મારીને આગળ નીકળી જાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ SUVની ટક્કર એટલી ભયંકર હતી કે બંને કારોના ઘડીના છઠ્ઠા ભાગમાં ફુરચે ફુરચા ઉડી ગયા. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 


વીડિયોમાં કાર સાથે SUV કાર ટકરાઈ તે સમયે ફુટપાથ પરથી કેટલાક લોકોને જતા જોઈ શકાય છે. લોકો કંઈ સમજે ત્યાં તો SUV એ વિનાશ વેરી દીધો હતો. આ ભયાનક ટક્કરને સ્લો મોશનમાં પણ બતાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે જ્યારે કારના પૈડા ઉડતા હોય છે, ત્યારે ફૂટપાથ પર ચાલતા લોકો નીચે નમી જઈને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ વિડિયો ખરેખર હૃદય હચમચાવી નાખનારો છે.

આ ભયાનક માર્ગ અકસ્માતનો વીડિયો ટ્વીટર પર Accidentologia નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી, લોકો તેમની જૂદી જૂદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Next Article