સોશિયલ મીડિયા પર રોજ અજબ ગજબ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને આશ્રર્યમાં મુકી દે છે અને કેટલાક વીડિયો લોકોને ખડખડાટ હસતા કરી મુકે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્વર્યમાં મુકાયા છે. આ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ કલાસરુમમાં ‘શ્રી મહિલા ચાલીસા’ ગાતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં એક સરકારી સ્કુલનો દ્રશ્યો જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કલાસરુમમાં ટીચરે બે વિદ્યાર્થીઓને પોતાના ટેબલ સામે ઉભા રાખ્યા છે. 2 મહિલા ટીચર આ બંને વિદ્યાર્થીઓ પાસે કોઈ કૃતિ પ્રસ્તુત કરવા માટે કહે છે અને તેને કેમેરામાં રેકોર્ડ પણ કરાવે છે. બંને વિદ્યાર્થીઓએ કલાસરુમાં કેમેરા અને ટીચર સામે ઉભા રહીને શ્રી મહિલા ચાલીસા સંભળાવે છે. બંને વિદ્યાર્થીઓ મહિલાના સ્વભાવને લઈને બનેલી આ સુંદર કવિતા શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત કરે છે. આ ચાલીસા સાંભળીને ટીચર પોતાનું હસવાનું પણ રોકી શક્યા ન હતા. આ વીડિયો કઈ જગ્યાનો છે અને કયા સમયનો છે તે જણાવા નથી મળ્યુ. પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
सुनियेगा पेश है ‘श्री औरत चालीसा’…😂https://t.co/8oG8nr0luK pic.twitter.com/RrbaJxfs6M
— Prakash Raj (Parody) (@KhadedaHobe) November 29, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ…ખુબ સરસ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ચાલીસાના દરેક શબ્દ સાચા છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ખોટી વાત છે, સરકાર પાસે પૈસા લઈને તમે બાળકોને આ બધુ શીખવો છો ? આ વીડિયોને 2 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે.