Viral Video: પદવીદાન કાર્યક્રમમાં વિદ્યાર્થીએ કર્યો ‘કાલા ચશ્મા’નો ફેમસ સ્ટેપ, શિક્ષકો પણ હસી પડ્યા

કેટલાક વિધાર્થી ડિગ્રી મળવાની ખુશી ઘરે જઈને કે હોસ્ટેલ જઈને ઉજવે છે. પણ હાલમાં જે વીડિયો વાયરલ (Viral Video) થયો છે તેમાં એક વિધાર્થી અનોખી તેની તેની સફળતાની ઉજવણી કરી રહ્યો છે.

Viral Video: પદવીદાન કાર્યક્રમમાં વિદ્યાર્થીએ કર્યો કાલા ચશ્માનો ફેમસ સ્ટેપ, શિક્ષકો પણ હસી પડ્યા
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 20, 2022 | 8:34 PM

Funny Video : એક યુનિવર્સિટીના ડિગ્રી મેળવવા માટે એક વિદ્યાર્થી એ 3-4 વર્ષે કેટલી મહેનત કરવી પડે છે, તે તો એ વિદ્યાર્થીને જ ખબર છે. 3-4 વર્ષોમાં 30-40 વિષયનો અભ્યાસ, તેના લેકચર, તેના એસાઈમેન્ટ અને તેની પરીક્ષા, આ બધા માટે મહેનત કર્યા પછી 1 પાનાની ડિગ્રી મળે છે. જેના કારણે વિદ્યાર્થીને સારી નોકરી મળે છે. અને જ્યારે તે ડિગ્રી મળે છે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. કેટલાક વિદ્યાર્થી ડિગ્રી મળવાની ખુશી ઘરે જઈને કે હોસ્ટેલ જઈને ઉજવે છે. પણ હાલમાં જે વીડિયો વાયરલ (Viral Video) થયો છે તેમાં એક વિદ્યાર્થી અનોખી તેની તેની સફળતાની ઉજવણી કરી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક ડિગ્રી આપવાના કાર્યક્રમનો નજારો જોવા મળી રહ્યો છે. એક પછી એક વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી રહી છે. તેવામાં એક વિદ્યાર્થી સ્ટેપ પર આવી નીચે વળી જાય છે અને અચાનક કાલા ચશ્માનો ફેમસ સ્ટેપ કરવા લાગે છે. આ સોન્ગનો આ સ્ટેપ આપણા દેશમાં જ નહીં વિદેશોમાં પણ ફેમસ થયો છે. આ ડાન્સ સ્ટેપ એક મહિલાઓના ડાન્સના વીડિયો પરથી વાયરલ થયો છે. ડિગ્રી લેતા સમયે ડાન્સ કરવાના વિદેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વીડિયો પણ ભૂતકાળમાં વાયરલ થયા છે.

આ રહ્યો છે વાયરલ વીડયો

 

ડાન્સનો આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Mahir Malhotra નામના એક યુઝરે શેયર કર્યો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. તેને લગભગ 2 લાખ જેટલી લાઈક મળી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આનો તો જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, વર્ષોની મહેનત પછી ડિગ્રી મળે છે તો આવો ડાન્સ કરવો જ જોઈએ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી રહી છે.