Viral Video: દેશી કાકા પાસે છે ગજબનું ટેલેન્ટ, 7 પાસ દેવજીભાઈ હેગડેની ક્રિકેટ કોમેન્ટ્રીના Video એ મચાવી ધૂમ

Funny Viral Video : શૂટ બુટ અને ટાઈ સાથે ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા કોમેન્ટટેર તો જોયા હશે પરંતુ એક એવા કોમેન્ટટેર છે જેઓ દેશી લુકમાં રિચિ બેનોની સ્ટાઇલમાં કોમેન્ટ્રી બોલે છે.ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલ વાવ તાલુકાના ફાગણી ગામમાં રહેતા દેવજીભાઈ ધોરણ સાત પાસે પરંતુ તેઓ 58 વર્ષની ઉંમરે પણ અંગ્રેજી અને હિન્દીમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરે છે.

Viral Video: દેશી કાકા પાસે છે ગજબનું ટેલેન્ટ, 7 પાસ દેવજીભાઈ હેગડેની ક્રિકેટ કોમેન્ટ્રીના Video એ મચાવી ધૂમ
Viral Video
| Edited By: | Updated on: Jun 05, 2023 | 11:12 PM

Banaskantha : ભારતમાં ક્રિકેટને લઈને ભારે ક્રેઝ જોવા મળે છે. ભારતના દરેક શહેર અને ગામમાં તમને ક્રિકેટ ફેન્સ જોવા મળશે. તમારા પરિવારમાં પણ તમને ક્રિકેટ પ્રેમી લોકો જોયા હશે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ક્રિકેટ પ્રેમી કાકાનો વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ કાકા માત્ર 7 પાસ છે પણ તેઓ ફર્રાટેદાર અંગ્રેજી ભાષામાં ક્રિકેટ કોમેન્ટ્રી આપતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો વીડિયો ગુજરાતના બનાસકાંઠાનો જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતા કાકાનું નામ દેવજીભાઈ હેગડે છે. ધોતી કુર્તો અને માથે પાઘડી પહેરીને અંગ્રેજી ભાષામાં ઓસ્ટ્રેલિયાના કોમેન્ટેટર રીચી બેનોની જેમ ક્રિકેટની કોમેન્ટ્રી બોલે છે દેવજીભાઈ હેગડે માત્ર ધોરણ 7પાસ છે. પરંતુ તેઓ અંગ્રેજી ભાષામાં ક્રિકેટની કોમેન્ટ્રી માટે સમગ્ર દેશમાં જાણીતા છે.

શૂટ બુટ અને ટાઈ સાથે ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા કોમેન્ટટેર તો જોયા હશે પરંતુ એક એવા કોમેન્ટટેર છે જેઓ દેશી લુકમાં રિચિ બેનોની સ્ટાઇલમાં કોમેન્ટ્રી બોલે છે.ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલ વાવ તાલુકાના ફાગણી ગામમાં રહેતા દેવજીભાઈ ધોરણ સાત પાસે પરંતુ તેઓ 58 વર્ષની ઉંમરે પણ અંગ્રેજી અને હિન્દીમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરે છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

ધોરણ 7 પાસ દેવજીભાઈ હેગડેની અંગ્રેજી કોમેન્ટ્રીનો વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ…કાકા, વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ટેલેન્ટ છે કાકા પાસે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ભારતીયોમાં ટેલેન્ટ ભરપૂર છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:17 pm, Mon, 5 June 23