રોબોટ કરતા પણ ઝડપી છે આ દાદા! Viral Video જોઈ ચોંકી ગયા લોકો

|

Jul 02, 2022 | 11:27 PM

ભારત એક વિશાળ દેશ છે. 130 કરોડની જનતામાં અનેક લોકો પાસે એવા ટેલેન્ટ હોય છે, જે દુનિયાને દંગ કરવામાં સક્ષમ છે.સોશિયલ મીડિયા પર આવા અનેક ટેલેન્ડ લોકોના વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે.

રોબોટ કરતા પણ ઝડપી છે આ દાદા! Viral Video જોઈ ચોંકી ગયા લોકો
Viral video
Image Credit source: twitter

Follow us on

ભારત એક વિશાળ દેશ છે. 130 કરોડની જનતામાં અનેક લોકો પાસે એવા ટેલેન્ટ હોય છે, જે દુનિયાને દંગ કરવામાં સક્ષમ છે.સોશિયલ મીડિયા પર આવા અનેક ટેલેન્ડ લોકોના વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આ વાયરલ વીડિયોમાં ટ્રેનને સંબધિત વીડિયો પણ હોય છે, જેમાં લોકો ચાલુ ટ્રેનમાં સ્ટંટ કરતા હોય છે, કેટલાક અકસ્માતના વીડિયો તો કેટલાક રમૂજી વીડિયો પણ સામે આવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં રેલવે (Indian Railway) સંબધિત એક વીડિયો વાયરલ થયો છે.

ટ્રેનની મુસાફરી માટે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવી ખૂબ જ મુશ્કેલ છે. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. જો કે મુસાફરોની સુવિધા માટે તમામ સ્ટેશનો પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા છે, પરંતુ જ્યારે વધારે ભીડ હોય ત્યારે તે પણ સમસ્યારૂપ બને છે. હાલમાં ટિકિટ વેન્ડિંગ મશીન પર સંબંધિત એક કર્મચારીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે યાત્રીઓને ‘રોબોટ સ્પીડ’થી ટિકિટ આપી રહ્યો છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે કેટલી ઝડપથી તે વ્યક્તિ લોકોને ટિકિટ આપી રહ્યો છે. માત્ર 15 સેકેન્ડમાં તેમણે 3 યાત્રીઓની ટિકિટ કાઢી આપી. આ વીડિયો @mumbairailusers નામના ટ્વિટર એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે પૈસા લીધા પછી પેસેન્જરને ગંતવ્ય માટે પૂછે છે અને પછી તરત જ ટિકિટ બનાવીને તેને આપી દે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે અને આ વૃદ્ધ વ્યક્તિ કોણ છે એ જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વૃદ્ધ વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે -આ માણસ છે કે રોબોટ?

Next Article