6,6,6,6,6…એક ઓવરમાં ફટકારી સતત 5 સિક્સર, RCBમાંથી બહાર કરેલા ખેલાડીએ બતાવી તાકાત

યુવરાજ સિંહના એક ઓવરમાં 6 સિકસર તમને યાદ જ હશે. હાલમાં આવા જ એક દ્રશ્યો ILT20માં જોવા મળ્યા હતા, ILT20 ટુર્નામેન્ટની એક મેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

6,6,6,6,6...એક ઓવરમાં ફટકારી સતત 5 સિક્સર, RCBમાંથી બહાર કરેલા ખેલાડીએ બતાવી તાકાત
Sherfane Rutherford Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 02, 2023 | 11:28 PM

ક્રિકેટએ અનિશ્ચિતતાઓની રમત છે. તેમાં પણ ટી-20 ક્રિકેટમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળે છે. ટી-20 ક્રિકેટમાં તોફાની અંદાજમાં રન વરસતા હોય છે. લગભગ દરેક ટી-20 મેચમાં બાઉન્ટ્રી અને સિકસરની આતશબાજી જોવા મળતી હોય છે. યુવરાજ સિંહની એક ઓવરમાં 6 સિકસર તમને યાદ જ હશે. હાલમાં આવા જ એક દ્રશ્યો ILT20માં જોવા મળ્યા હતા, ILT20 ટુર્નામેન્ટની એક મેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વર્ષ 2007ના ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ડ બ્રોડ સામે 6 સિક્સર ફટકારી હતી. આજે યુએઈમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ લીગ ટી20માં આવી જ એક ઘટના બનતી બનતી રહી ગઈ હતી. આજે ગુરુવારના રોજ વેસ્ટ ઈન્ડિઝના શેરફેન રદરફોર્ડે એક ઓવરમાં 5 સિક્સર ફટકારી છે.

જણાવી દઈએ કે આ લીગમાં રદરફોર્ડ ડેજર્ટ વાઈપર્સ ટીમ તરફથી રમી રહ્યો છે. આજે વાઈપર્સની ટીમનો સામનો દુબઈ કેપિટલ્સ સામે હતો. આ મેચમાં પ્રથમ બેંટિગ કરતા રદરફોર્ડએ 50 રન ફટકાર્યા હતા. આ મેચમાં 23 બોલ રમીને તેણે તે સતત 5 છગ્ગા સહિત કુલ 6 છગ્ગા ફટકાર્યા હતા.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો :  Viral Video: એક હાથમાં એટમ બોમ્બ અને બીજા હાથમાં કુરાન…આર્થિક સંકટ દૂર કરવા પાકિસ્તાનનો ‘જેહાદી પ્લાન’

ગુજ્જુ ક્રિકેટર યુસુફ પઠાણ ધોવાયો

તમને જાણીને નવાઈ લાગશે કે રદરફોર્ડે આ પાંચ છગ્ગા ગુજ્જુ ક્રિકેટર યુસુફ પઠાણની ઓવરમાં માર્યા હતા. યુસુફ પઠાણ મેચની 16મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. પહેલી બોલ પર યુસુફે 1 જ રન આપ્યો હતો. જ્યારે આગામી 5 બોલમાં યુસુફની ઓવરમાં સતત 5 સિક્સર ફટકાર્યા હતા.

પહેલી સિક્સર પઠાણના માથાની ઉપરથી લોન્ગ ઓન પર 93 મીટરની ઊંચાઈ પર પડી હતી. બીજી સિક્સર 81 મીટર ઊંચી મારી હતી. જણાવી દઈએ કે ગુજ્જુ ક્રિકેટર યુસુફ પઠાણ આ ટુર્નામેન્ટમાં દુબઈ કેપિટલ્સ ટીમ તરફથી રમી રહ્યો છે. આરસીબીમાંથી કાઢવામાં આવેલા રદરફોર્ડે આ મેચમાં ધમાકેદાર બેટિંગ કરીને ગુજ્જુ ક્રિકેટર યુસુફ પઠાણને ધોઈ નાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.