ભારત સહિત આખી દુનિયામાં ક્રિકેટને લઈને ભારે ક્રેઝ જોવા મળે છે. દુનિયાભરમાં ક્રિકેટના કરોડો ફેન્સ જોવા મળે છે. હાલમાં ક્રિકેટની અનેક મેચ અને લીગ દુનિયાના ખૂણે ખૂણે રમાઈ રહી છે. આ મેચમાં બનેલી અનોખી ઘટના સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલી Super Smash ટી-220 સિરીઝની અનોખી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક પિતા એક સાથે 2 જવાબદારી નિભાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
સુપર સ્મૈશ લીગમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટસ અને ઓકલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. તે જ સમયે રોસ ટેલરે દર્શકો તરફ એક જોરદાર છગ્ગો માર્યો હતો. દર્શકો વચ્ચે એક વ્યક્તિએ પોતાના સ્વેગમાં આ છગ્ગો મેદાન બહાર પકડ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે આ કેચ એક હાથે પકડ્યો હતો. તેના હાથમાં તે સમયે તેનો નાનો બાળક પણ હતો.
આ પિતાનો ધમાકેદાર કેચ જોઈ કોમેન્ટેટર, દર્શકો સહિત મેદાન પર રમતા તમામ ખેલાડીઓ ચોંકી ગયા હતા. ત્યાં હાજર તમામ લોકોએ તેને તાળીઓથી વધાવી લીધો હતો. આવી ઘટના ક્રિકેટના મેદાન પર અવારનવાર બનતી રહે છે, જેમાં દર્શકો શાનદાર કેચ પકડતા હોય. આ ઘટના તે બધામાં સૌથી વધારે યાદ રાખવામાં આવે તેવી છે.
Could this be the best crowd catch.. of all time?! 🤯🤣
📹 @sparknzsport | #SuperSmashNZ #CricketNation #Cricket pic.twitter.com/yGGB9X1tqu
— Dream11 Super Smash (@SuperSmashNZ) January 5, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સુપર ફાધર. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પુરુષ પોતાની જવાદારીઓ સાથે પોતાના શોખ પણ પૂરા કરે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ બોલ બાળકના માથા પર પણ વાગ્યો હોત.