વિરાટ કોહલી ફરી એકવાર તેના શાનદાર ફોર્મમાં પાછો ફર્યો છે. હાલમાં તે ક્રિકેટથી બ્રેક લઈને પત્ની અનુષ્કા સાથે ઋષિકેશ પહોંચ્યો છે. કોહલી આ દરમિયાન દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યો હતો. વિરાટને જોઈ ઋષિકેશમાં તેના ફેન્સ ચોંકી ગયા હતા. આશ્રમમાં ઓટોગ્રાફ લેવા આવનાર ફેન્સે એવી હરકત કરી કે વિરાટ પણ ચોંકી ગયો આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હવે સવાલ એ છે કે શા માટે વિરાટ કોહલી આ દિવસોમાં મંદિરો અને આશ્રમોમાં વધુ દેખાવા લાગ્યો છે. આખરે આમાંથી વિરાટ કોહલીને શું મળે છે? એવું માનવામાં આવે છે કે વિરાટ કોહલીની સફળતાનો માર્ગ હવે આધ્યાત્મિકતાથી જ શરૂ થઈ રહ્યો છે. વિરાટ કોહલીનું અલગ અલગ આશ્રમમાં જવાથી ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા છે.
Virat kohli suffering from success 🔥👑 pic.twitter.com/PDfE7vtu5H
— Ameee ♥ (@kohlifanAmeee) January 31, 2023
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ આશ્રમમાં એક જગ્યા પર બેઠો છે. અને તેની આસપાસ ફેન્સ તેને ઘેરીને ઉભા છે. તેઓ વિરાટ કોહલીને ઓટોગ્રાફ લેવા માટે ઉભા છે. કેટલાક ફેન્સ વિરાટ કોહલીને વીડિયો પણ ઉતારી રહ્યાં છે. ફેન્સની આ હરકત જોઈ વિરાટ દંગ રહી ગયો હતો અને તેણે કહ્યું કે આ આશ્રમ છે અહીં વીડિયો ન ઉતારો.
વિરાટ કોહલીને કદાચ આધ્યાત્મિકતાથી તાકાત મળે છે. વ્યક્તિને માનસિક શાંતિ મળે છે, જેનો તેના જીવનમાં થોડા સમયથી અભાવ હતો. વિરાટ કોહલીને આશ્રમો અને મંદિરોમાં જઈને ઘણો ફાયદો થયો છે, તેના ક્રિકેટમાં એક અલગ જ સકારાત્મક ઉર્જા જોવા મળી છે.
T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી નૈનીતાલ જિલ્લામાં નીમ કરૌલી બાબાના મંદિરે ગયો હતો. વિરાટ કોહલીએ ત્યાં માથું નમાવ્યું અને તે પછી તરત જ બાંગ્લાદેશની વનડે સિરીઝમાં વિરાટ કોહલીએ સદી ફટકારી. આ પછી વિરાટ કોહલીએ નવા વર્ષ નિમિત્તે વૃંદાવનમાં નીમ કરૌલી બાબાના આશ્રમમાં હાજરી આપી હતી. ફરી એકવાર વિરાટ કોહલીએ સદી ફટકારી.
આ વખતે વિરાટ કોહલીએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી. વિરાટ હવે ફરીથી ઋષિકેશમાં આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ ગિરીના આશ્રમ પહોંચ્યો છે. ત્યાં તેણે લોકોને ભોજન કરાવ્યું, તો શું હવે ઓસ્ટ્રેલિયા સામે પણ વિરાટનું બેટ કામ કરશે? 9 ફેબ્રુઆરીથી દરેક લોકોને જવાબ મળી જશે.