Viral Video : લગ્નના જમણવાર સમયે અચાનક શરુ થયો વરસાદ, ગામના લોકોનો જુગાડ જોઈ તમે પણ આપશો 21 તોપોની સલામી, જુઓ Video

ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન વરસાદને લીધે અટકી જતા હોય છે. વરસાદને કારણે લગ્નની મજા બગડી હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. 

Viral Video : લગ્નના જમણવાર સમયે અચાનક શરુ થયો વરસાદ, ગામના લોકોનો જુગાડ જોઈ તમે પણ આપશો 21 તોપોની સલામી, જુઓ Video
Viral video
| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:11 PM

Funny Viral Video : ભારતમાં એક ઘરમાં થતા લગ્ન નજીકના પરિવારજનો માટે એક ઉત્સવનો પ્રસંગ બની જાય છે. નાના-મોટા સૌ કોઈ લગ્નને એક ઉત્સવની જેમ ઉજવતા હોય છે. કેટલાક લોકો ખુલ્લા પાર્ટી પ્લોટમાં તો કેટલાક લોકો મેરેજ હોલમાં લગ્નનું આયોજન કરતા હોય છે. પણ ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન વરસાદને લીધે અટકી જતા હોય છે. વરસાદને કારણે લગ્નની મજા બગડી હોય તેવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ગામમાં યોજાયેલા લગ્નના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામ લોકો જમણવારમાં બેસે છે અને ત્યાં અચાનક જોરદાર વરસાદ શરુ થાય છે. ગામ લોકોને આવી સ્થિતિમાં અન્નનું અપમાન કરવું વ્યાજબી નથી લાગતું. તેઓ એક શાનદાર જુગાડ કરીને પોતાનું જમણવાર ચાલુ રાખે છે. લોકો લગ્નમાં બેસવા માટે મૂકેલા ગાદલાની મદદથી વરસાદથી પોતાને બચાવતા જોવા મળે છે. આ મજેદાર વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તમામ લોકોને 21 તોપોની સલામી આપો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ, વરસાદમાં પણ અન્નનું અપમાન ન થવા દીધું. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો