Viral Video : ગલુડિયાએ માણ્યો ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીતનો આનંદ, મજેદાર વીડિયો શેયર કરી આનંદ મહિન્દ્રાએ કહી આ વાત

આ વીડિયો શેયર કરીને આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે,હું આ યુવતી અને તેના રુંવાટીદાર મ્યુઝિકલ મિત્રને જાણતો નથી. પણ તેમણે મારા વીકએન્ડને આનંદથી ભરી દીધું. આ વીડિયો જોઈને લાગે છે કે આ ગલુડિયું એક દિવસ મંચ ઉપર અરંગેત્રમ કરશે

Viral Video : ગલુડિયાએ માણ્યો ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીતનો આનંદ, મજેદાર વીડિયો શેયર કરી આનંદ મહિન્દ્રાએ કહી આ વાત
Puppy Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 14, 2023 | 11:49 PM

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા હમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે કનેક્ટેડ રહે છે. તેઓ સમયાંતરે અલગ અલગ પ્રકારના વીડિયો શેયર કરતા રહે છે. આ વીડિયો શેયર કરવા પાછળનો તેમનો હેતુ લોકોને કઈક નવું બતાવવાની અને પ્રેરિત કરવાની હોય છે. ભૂતકાળનાં આનંદ મહિન્દ્રાએ એવા ઘણા વીડિયો શેયર કર્યા છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા. તેમના દ્વારા શેયર કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતા હોય છે.આજે પણ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પર એક ગલુડિયાનો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આનંદ મહિન્દ્રાએ શેયર કરેલા વીડિયોમાં એક યુવતી ગલુડિયા સાથે જોવા મળી રહ્યો છે. આ 30 સેકેન્ડના વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મધુર ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીત સંભળાઈ રહ્યું છે. ગલુડિયું આ મધુર ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીત સાંભળી દંગ રહી ગયો હતો. તે ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીતનો આનંદ માણતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તે સંગીત સાંભળતા સાંભળતા માથું  હલાવી રહ્યો છે. તેની આ હરકત પર તે યુવતી હસી પણ રહી છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું, પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ મજેદાર વીડિયો

 

આ વીડિયો શેયર કરીને આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે,હું આ યુવતી અને તેના રુંવાટીદાર મ્યુઝિકલ મિત્રને જાણતો નથી. પણ તેમણે મારા વીક એન્ડને આનંદથી ભરી દીધું. આ વીડિયો જોઈને લાગે છે કે આ ગલુડિયું એક દિવસ મંચ ઉપર  આરંગેત્રમ કરશે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મજેદાર વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,ભારતીય શાસ્ત્રીય નૃત્ય સંગીતની સુંદરતા જોવા મળે છે આ વીડિયોમાં. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મારો વીકેન્ડ પણ આ વીડિયો જોઈ ખુશીથી પસાર થશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મજેદાર વીડિયો. આ પણ વાંચો.

 

 

 

Published On - 11:48 pm, Sat, 14 January 23