રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગપૂલમાં મજા કરી રહ્યા છે પ્રદર્શનકારીઓ, Sri lankaનો આ વીડિયો જોઈ ચોંકી ગઈ દુનિયા

ભારતના પડોશી દેશ શ્રીલંકા (Sri lanka) હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. ત્યાંના લોકોમાં સરકાર સામે ખુબ ગુસ્સો છે. સોશિયલમાં મીડિયામાં શ્રીલંકાના પ્રદર્શનકારીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગપૂલમાં મજા કરી રહ્યા છે પ્રદર્શનકારીઓ, Sri lankaનો આ વીડિયો જોઈ ચોંકી ગઈ દુનિયા
વાયરલ વીડિયો
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Jul 09, 2022 | 6:44 PM

ભારતના પડોશી દેશ શ્રીલંકા (Sri lanka) છેલ્લા 2-3 મહિનાથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. ત્યાંના લોકોમાં સરકાર સામે ખુબ ગુસ્સો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. લોકોનો સરકાર પ્રત્યેનો ગુસ્સો રસ્તા પર દેખાય રહ્યો છે. લોકો કંગાળ થઈ રહ્યા છે. આ વચ્ચે ત્યા સત્તા પરિવર્તન પણ થયુ હતુ. ભારતે પણ પોતાના પડોશી દેશ શ્રીલંકાને મદદ કરી છે પણ ત્યાં સ્થિતી વધુ ખરાબ થઈ રહી છે. જનતા નારાજ છે અને જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે. હાલમાં શ્રીલંકાનો એક વીડિયો વાયરલ (Sri lanka Viral video) થયો છે, લોકોએ ચારે બાજુથી ગુસ્સામાં રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું અને ઘણા લોકો અંદર પણ ઘૂસી ગયા.

આ વીડિયો જોઈ દુનિયા ચિંતિત થઈ છે. રાષ્ટ્રપતિ એક દેશનો સૌથી ખાસ અને મહત્વનો નાગરિક હોય છે. તેના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા એકદમ સખત હોવી જોઈએ પણ અહીં બધુ ઉંધુ થઈ રહ્યુ છે. કેટલાક રાષ્ટ્રપતિના આવાસની બહાર તો કેટલાક નિવાસની છત પર વિરોધ કરતા જોવા મળ્યા હતા. વાતાવરણ ખૂબ જ ગરમ હતું, આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કંઈક એવુ કર્યુ કે જેના વિશે જાણીને તમે હસી પડશો. કેટલાક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતાની સાથે જ સીધા સ્વિમિંગ પૂલ પર પહોંચી ગયા હતા અને સીધા પૂલમાં કૂદી ગયા હતા અને આનંદથી નહાવા લાગ્યા હતા. કોઈ દેશના રાષ્ટ્રપતિ ભવનમાં ખતરનાક પ્રદર્શનકારીઓ મજા કરી રહ્યા હોય એ ઘણી મોટી ઘટના છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

આ રહ્યો શ્રીલંકાનો વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @WorldBreakingN9 નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ શેયર કરી રહ્યા છે. કેટલાક લોકો માની શકતા નથી કે શ્રીલંકામાં આવી ઘટના બની રહી છે કે લોકો રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી રહ્યા છે. તમને જણાવી દઈ કે ત્યાંના રાષ્ટ્રપતિ ભાગી ગયા છે અને આ ઘટના દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં હાજર ના હતા. અહેવાલો અનુસાર પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને પ્રવેશતા રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ અંદર ઘૂસી ગયા હતા. સાથે તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ પણ કરી હતી.