
આપણા દેશમાં ક્રિકેટની રમતને લઈને ભારે ક્રેઝ જોવા મળે છે. દેશના દરેક રાજ્યોની દરેક પાંચમી ગલીમાં યુવાઓ અને બાળકો ક્રિકેટ રમતા જોવા મળે છે. ભારતીય પુરુષ અને મહિલા ટીમની મેચ સમયે આખા દેશમાં તહેવાર જેવો માહોલ હોય છે. હાલમાં ક્રિકેટને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવો વીડિયો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્રિકેટના મેદાનના દ્રશ્યો જેવા મળી રહ્યાં છે. બે ટીમોના યુવા ખેલાડીઓ ક્રિકેટ મેચ રમી રહ્યાં છે. કેટલાક ખેલાડીઓ ભારતીય વેશભૂષામાં જોવા મળી રહ્યાં છે. તેઓ ધોતી-કુર્તામાં ઉત્સાહ સાથે મેચ રમી રહ્યાં છે. એક યુવાન વ્યક્તિ સંસ્કૃતમાં કોમેન્ટ્રી આપતો જોવા મળે છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યમાં મુકાયા હતા.
મળતી માહિતી અનુસાર, આ વીડિયો ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાનો છે. આ મેચ દરમિયાન જિલ્લાના ડીએમ ડો.ચંદ્ર ભૂષણ પણ હાજર રહ્યાં હતા. કેટલાક અન્ય અધિકારીઓ પણ મેચ દરમિયાન હાજર રહ્યાં હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે એક સંસ્કૃત સ્કુલના મેદાનમાં રમાઈ રહી હતી.
Students playing #cricket match wearing dhoti-kurta. Sanskrit school students playing a cricket match. Commentary of a cricket match being done in the #Sanskrit language. #Viralvideo pic.twitter.com/nquCHMIEST
— Samira Nabila (@SamiraNabila1) February 17, 2023
આ પણ વાંચો : Viral Video : માતા-પિતાની સૌથી મોટી સમસ્યાનું મળી ગયું સમાધાન, આ ટ્રિકથી રડવાનું બંધ કરી દેશે નવજાત બાળક
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવા લોકો જ સંસ્કૃતિને બચાવી રાખશે અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, તમામને સલામ. આવા અનેક યુઝર્સની પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
Published On - 1:59 pm, Tue, 21 February 23