Viral Video : પાયલટનો કવિવર અંદાજ થયો વાયરલ, પ્લેનમાં અનોખા અંદાજમાં કરી જાહેરાત

|

Jan 01, 2023 | 10:13 PM

Mohit Teotia Viral Video : થોડા સમય પહેલા એક પાઈલટની જાહેરાતનો વીડિયો વાયરલ થયો હતો. હાલમાં બીજી એક ફલાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાઈલટનો આવો અંદાજ તમે ભાગ્યે જ પહેલા જોયો હશે.

Viral Video : પાયલટનો કવિવર અંદાજ થયો વાયરલ, પ્લેનમાં અનોખા અંદાજમાં કરી જાહેરાત
Pilot Mohit Teotia Viral Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. આકાશમાં ઉડતી ફલાઈટના પણ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં તો ફલાઈટ દરમિયાન થયેલી લડાઈ-ઝગડાના અનેક વીડિયો વાયરલ થયા હતા. તે બધા વચ્ચે હાલમાં તમારા મૂડને આનંદિત કરી દેતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા એક પાઈલટની જાહેરાતનો વીડિયો વાયરલ થયો હતો. હાલમાં બીજી એક ફલાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાઈલટનો આવો અંદાજ તમે ભાગ્યે જ પહેલા જોયો હશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પ્લેનની અંદરનો નજારો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર 2022માં દિલ્હીથી શ્રીનગરની ફલાઈટમાં પાઈલટના કવિ અંદાજનો વીડિયો વાયરલ થયો છે. દરેક ફલાઈટમાં ક્રૂ મેમ્બર દ્વારા યાત્રીઓની સલામતી માટે કેટલીક જાહેરાત કરવામાં આવે છે. આ વીડિયોમાં ફલાઈટના પાઈલટ મોહિત અનોખા અંદાજમાં સલામતી માટે જાહેરાત કરી રહ્યા છે. તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો વેસ્ટજેટ ફ્લાઇટમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પાઈલટનો કવિવર અવતાર. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવી ફલાઈટમાં યાત્રીની યાત્રા સરસ જ જશે.

Next Article