કોબ્રા સાપને ઉશ્કેરવો આ વ્યક્તિને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા સાપે કર્યો હુમલો, જુઓ VIDEO

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ કોબ્રા સાપને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન કંઈક એવુ થાય છે, જે જોઈને તમે પણ દંગ રહી જશો.

કોબ્રા સાપને ઉશ્કેરવો આ વ્યક્તિને ભારે પડ્યો ! ગુસ્સે થયેલા સાપે કર્યો હુમલો, જુઓ VIDEO
Cobra Snake video goes viral
| Edited By: | Updated on: Dec 04, 2021 | 1:52 PM

Viral Video : કિંગ કોબ્રાને દુનિયાનો સૌથી ખતરનાક સાપ (Cobra Snake) માનવામાં આવે છે. આ સાપનું નામ સાંભળતા જ અમુક વ્યક્તિઓની હવા ટાઈટ થઈ જાય છે. જો આ સાપ ક્યારેય ભૂલથી પણ કોઈની સામે આવી જાય તો તે વ્યક્તિ પોતાનો રસ્તો બદલી નાખે છે. પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ વ્યક્તિ સાપને ઉશ્કેરતો જોવા મળી રહ્યો છે. આ શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

કિંગ કોબ્રા એક એવો સાપ છે, જે મનુષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તે ગુસ્સે થઈ જાય તો તે વ્યક્તિને એક ક્ષણમાં મારી શકે છે. તાજેતરમાં કિંગ કોબ્રાનો એક શોકિંગ વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો છે. જે જોઈને તમારા પણ હોંશ ઉડી જશે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કિંગ કોબ્રાને (King Cobra) પકડતો જોવા મળે છે.

પરંતુ કંઈક એવું થાય છે જેના કારણે સૌ કોઈના શ્વાસ અધ્ધર ચડી જાય છે. આ કિંગ કોબ્રા સાપ પકડનાર પર ગુસ્સે થઈ જાય છે અને તેના પર હુમલો કરે છે. આ વીડિયો જોયા પછી તમે કહેશો કે કિંગ કોબ્રાને પકડવો એ તમારી જાતને જોખમમાં મૂકવા જેવું છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @Animal_WorId નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે જીવ જોખમમાં મુકીને સાપને ઉશ્કેરવો ન જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, હવે આ વ્યક્તિ સાપને ઉશ્કેરતા પહેલા સો વખત વિચાર કરી શકશે.

 

આ પણ વાંચો : ખુલ્લેઆમ દાદાગીરી ! આ વ્યક્તિએ જાહેરમાં પોલીસને માર્યો તમાચો, દબંગગિરીનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : ઉતાવળ ભારે પડી ! ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં પડી ગઈ આ મહિલા, દિલઘડક વીડિયો થયો વાયરલ