
શું તમે ક્યારેય પોપટને હસતો જોયો છે? જો ના, તો અત્યારે જ જોઈ લો. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોપટ રાવણની જેમ હસતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, પોપટ તેની બોલવાની ક્ષમતા માટે જાણીતું છે.
પોપટની ખાસિયત એ છે કે, જો તે કોઈ પણ શબ્દ વારંવાર સાંભળે છે, તો તે તેને વારંવાર બોલવાનું શરૂ કરી દે છે. આ જ કારણ છે કે, તમને ઘણા ઘરોમાં પાલતુ પોપટ જોવા મળે છે.
તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં, એક પોપટે એવું ટેલેન્ટ બતાવ્યું છે કે, જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @passaros.exoticosbr પર શેર કરાયેલા આ વીડિયોમાં પોપટ રાવણની જેમ હસતો જોવા મળે છે. પોપટ વીડિયોમાં જે રીતે હસી રહ્યો છે, તે જોઈને દરેક લોકો આશ્ચર્યમાં મુકાયા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 2 લાખ 81 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને કોમેન્ટ સેક્શન તો રમુજી કોમેન્ટ્સથી ભરાઈ ગયું છે.
એક યુઝરે ટિપ્પણી કરી કે, આ પોપટ આટલો જોરથી કેમનો હસે છે?, જ્યારે બીજા યુઝરે લખ્યું કે, પહેલી વાર મે કોઈ પોપટને માણસની જેમ હસતાં જોયો. અન્ય એક યુઝરે કહ્યું, ઓ ભાઈસાબ! મને આવો પોપટ ક્યાં મળશે? કોઈ મને પણ આવો એક પોપટ લઈ આપો.