દાંત વગરની છોકરીઓના વીડિયો થયા વાયરલ, મજેદાર અને ક્યૂટ અંદાજથી જીત્યા લોકોના દિલ

હાલમાં બે નાની છોકરીઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમની અદાઓ જોઈ લોકોએ કહ્યુ કે, તેઓ બોલિવૂડની અભિનેત્રીઓ જ લાગી છે.

દાંત વગરની છોકરીઓના વીડિયો થયા વાયરલ, મજેદાર અને ક્યૂટ અંદાજથી જીત્યા લોકોના દિલ
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 30, 2022 | 8:39 PM

Trending Video : સોશિયલ મીડિયા માટે નાના બાળકથી લઈને વડીલો સુધી તમામમાં ગજબનો ક્રેઝ છે. તેના ઉપયોગને કારણે લોકોના સ્વભાવ પણ બદલાવા લાગ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જાત જાતના અંદાજમાં વીડિયો શેયર કરી રહ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે, એવા લોકો ટ્રોલ થઈને ફેમસ પણ થઈ જતા હોય છે. હાલમાં બે નાની છોકરીઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તેમની અદાઓ જોઈ લોકોએ કહ્યુ કે, તેઓ બોલિવૂડની અભિનેત્રીઓ જ લાગી છે.

આ વાયરલ વીડિયોમાં 2 છોકરીઓ દેખાઈ રહી છે. એકના તો વચ્ચેના કેટલાક દાંત જ નથી. આ બન્ને છોકરીઓના ચહેરા પરથી લાગે છે કે તેઓ સગી બહેનો હોય. આ વીડિયોમાં તેઓ ‘જાને કહા મેરા યે દિલ ગયા જી…’ જેવા બોલિવૂડના જૂના ગીત પર અભિનય કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં મોહમ્મદ રફીનું આ પ્રખ્યાત ગીત વાગી રહ્યુ છે અને છોકરીઓ તેના પર લિપસિન્ક કરીને શાનદાન અભિનય કરતી જોવા મળે છે. તેમની અદાઓ ખરેખર બોલિવૂડની કોઈ અભિનેત્રી જેવી જ લાગે છે. આ વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

આ રહ્યો એ મજેદાર વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્ટાગ્રામ પર indira.bhandari.779205 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ વીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ છે કે, વાહ સરસ અભિનય કરી રહી છે આ બન્ને છોકરીઓ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ બન્ને ભવિષ્યમાં અભિનેત્રીઓ બનશે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, સોશિયલ મીડિયાને કારણે બાળકો ભણાવાની જગ્યાએ આવી રીલ બનાવી રહ્યા છે. મોબાઈલથી દૂર રાખો, ભણાવો જરા એમને ભણાવો.