Viral Video : પોલીસકર્મીનો અનોખો અંદાજ ! બાઈકર્સ સાથે રસ્તા પર ક્રિકેટ રમતા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમે લોકોને ઘણી વખત શેરીમાં ક્રિકેટ (Cricket) રમતા જોયા હશે, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પોલીસકર્મી (Policeman) રસ્તા પર ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.

Viral Video : પોલીસકર્મીનો અનોખો અંદાજ ! બાઈકર્સ સાથે રસ્તા પર ક્રિકેટ રમતા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
policeman playing cricket on the road
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:56 AM

Viral Video : આપણા દેશમાં ક્રિકેટને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ભારતમાં આ રમતનો ક્રેઝ એવો છે કે તમે બાળકો અને પુખ્ત વયના લોકોને ગમે ત્યારે અને ગમે ત્યાં ક્રિકેટ રમતા (Cricket) જોયા હશે. ત્યારે તાજેતરમાં વાયરલ થઈ પહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે. જેમાં એક પોલીસકર્મી બાઇકર્સ સાથે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

શેરી ક્રિકેટ રમતા લોકોના વિવિધ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા જોવા મળે છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પોલીસકર્મી બેટિંગ (Batting) કરતો જોવા મળી રહ્યો છે અને સાથે બાઈકર્સ પણ બોલિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ડુંગરાળ વિસ્તારનો હોવાનું જણાય છે. રસ્તા પર પોલીસને રમતા જોઈ અન્ય બાઈકર્સ પણ બાઇક સાઈડમાં મૂકીને રમવા લાગ્યા. આ પોલીસકર્મીનો અનોખો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર (Instagram) wanderlost_india નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 72 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પણ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો પોલીસકર્મીની (Policeman) બેટિંગ અને તેના અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તેમણે લોકોને ઘણી વખત શેરીમાં ક્રિકેટ રમતા જોયા છે, પરંતુ પહેલીવાર તેઓએ પોલીસને આ રીતે રમતા જોયા છે.

 

આ પણ વાંચો: Video: કાર્ટૂન જોયા બાદ સુપરહીરો બનવા નીકળ્યુ બાળક, TVનો કર્યો એવો હાલ કે માતા-પિતા થઈ ગયા પરેશાન

આ પણ વાંચો:  Viral Video: બૉલીવુડ ગીત પર બૌધ્ધ ભિક્ષુઓએ કર્યો જબરદસ્ત ડાંસ, વીડિયો જોઇ તમે પણ ચોંકી ઉઠશો