Video : દિવાળીના તહેવાર અગાઉ વાંદરાઓ તૈયાર થવામાં વ્યસ્ત ! જંગલમાં બ્યુટી પાર્લર જેવો નજારો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આજકાલ સોશિયલ મીડિયા પર એક વાંદરાનો રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વાંદરાઓની તૈયારી જોઈને તમને પણ હસવુ આવશે.

Video : દિવાળીના તહેવાર અગાઉ વાંદરાઓ તૈયાર થવામાં વ્યસ્ત ! જંગલમાં બ્યુટી પાર્લર જેવો નજારો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો
Monkey video goes viral
| Edited By: | Updated on: Nov 01, 2021 | 1:45 PM

Funny Video : કહેવાય છે કે માણસ પહેલા વાનર હતો, બાદમાં સભ્યતાના વિકાસની સાથે તેનો વિકાસ પણ થયો અને તે વાનરમાંથી માનવ બન્યો. આ જ કારણ છે કે વાંદરાઓને મનુષ્યના પૂર્વજ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં વાંદરાઓ (Monkey) પણ ક્યારેક માણસોની જેમ વર્તે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેને જોયા પછી તમે પણ સમજી જશો કે વાંદરાઓ અને માણસોમાં ઘણી સમાનતાઓ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે વાંદરાઓ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળે છે. એક વાંદરો તેના સાથીદારની આંખોને પાન વડે સાફ કરતો જોવા મળે છે અને બાદમાં તે આઈબ્રોને સવારી રહ્યો છે. જંગલમાં શૂટ કરાયેલા બે વાંદરાઓનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, જ્યારે કેટલાક યુઝર્સને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો

ફેસ્ટિવલ સિઝન માટે રાઈડિંગ આઈબ્રો

આ વીડિયો સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેણે એક કેપ્શન પણ લખ્યું છે, ‘ફેસ્ટિવલ સિઝન માટે રાઈડિંગ આઈબ્રો’. આ વીડિયોને અત્યાર સુધીમાં 38 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે અનેક લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે.

યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, આ વાંદરાએ તો બ્યુટિશિયનને (Beautician) પણ પાછળ છોડી દીધો, આ એક ઉદાહરણ છે કે તે આપણા કરતાં વધુ બુદ્ધિશાળી છે અને આપણા કરતા પણ માહિર છે. જ્યારે અન્ય યુઝરે લખ્યુ કે, આ એક સલુનનો નજારો લાગી રહ્યો છે. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : આ વ્યક્તિએ ફસાયેલા ટ્રેક્ટરને કાઢવા ગજબનુ દિમાગ લગાવ્યુ, જોઈને લોકોએ કહ્યુ ” આ એક ગુજ્જુ જ કરી શકે”

આ પણ વાંચો: Viral video : સિંદૂર લગાવવાનો આ અંદાજ જોઈને લોકો લઇ રહ્યા છે મજા, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ