Viral Video : એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયો, પછી જે થયુ એ જોઈને તમે પણ થઈ જશો આશ્વર્યચકિત !

|

Aug 21, 2021 | 8:59 AM

સોશિયલ મીડિયા પર એક રેસ્ક્યૂ વીડિયો (Rascue)ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ અધિકારી રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયેલા વ્યક્તિને બચાવી રહ્યા છે.

Viral Video : એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયો, પછી જે થયુ એ જોઈને તમે પણ થઈ જશો આશ્વર્યચકિત !
man rescued from railway track

Follow us on

Viral Video :  સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Video)થતા રહે છે. જેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને તમને ખુબ હસવુ આવે, જ્યારે કેટલાક વીડિયોને જોઈને આશ્ચર્ય થાય છે. ઉપરાંત કેટલાક વિડિઓ એવા હોય છે જેને જોઈને માનવું મુશ્કેલ બને છે. ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે,એક વ્યક્તિ બેભાન થઈને રેલવે ટ્રેક પર પડી જાય છે, પરંતુ ટ્રેનના આગમન પહેલા જ બે માણસોએ તેને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે, તમે પણ આ વિડીયો જોઈને દંગ રહી જશો.

એક રેસક્યૂ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમેરિકાના ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર એક પોલીસ અધિકારી એક વ્યક્તિનું રેસક્યૂ (Rascue)કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે,અધિકારી ટ્રેનના આગમનથી થોડીક સેકન્ડ પહેલા જ રેલવે ટ્રેક પર પડેલા વ્યક્તિને બચાવવામાં સફળ થાય છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

પોલીસ અધિકારીએ બચાવ્યો જીવ

ન્યૂયોર્ક સિટી પોલીસ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં, એક વ્યક્તિ સબવે ટ્રેક પર પડેલો જોવા મળે છે અને ટ્રેન સ્ટેશનમાં પ્રવેશે એ પહેલા જ, ત્યાં તૈનાત એક પોલીસ અધિકારીએ (Police Officer)માણસને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે, જો કે બાદમાં એક મુસાફર પણ તેને બચાવવા માટે પોલીસ અધિકારીની મદદ કરતો જોવા મળી રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે,NYPD નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.જેને શેર કરતા લખ્યું કે,’ન્યૂયોર્ક શહેરના પોલીસ લોકોને કોઈપણ કિંમતે મદદ કરે છે.’વધુમાં લખ્યું કે તે માણસ બેહોશ થઈ ગયો અને પાટા પર પડી ગયો,ત્યારે પોલીસ અધિકારીએ આ વ્યક્તિને જીવના જોખમે બચાવી લેવામાં આવ્યો.ઉપરાંત શહેર પોલીસે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, ‘અમે સારા નાગરિકના પણ આભારી છીએ જેણે સાહસપુર્વક અમારી મદદ કરી.’

સોશિયલ મીડિયા (Social Media)પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડીયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે,અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વીડિયો જોઈને લોકો ન્યૂયોર્ક પોલીસ અધિકારીની (New York)ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: અજબ પ્રેમ કી ગજબ કહાની ! 21 વર્ષના પ્રેમીએ 4 બાળકોની માતાની માંગમાં ભર્યું સિંદુર !

આ પણ વાંચો:  Raksha Bandhan 2021 : જુઓ કેવી હોય છે 1.5 લાખ રૂપિયાની રાખડી અને તેમાં શું છે ખાસ ?

Next Article