Funny Video : દુલ્હનને જોઈને વરરાજા શરમાયા ! વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

આજકાલ સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો (Wedding Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા પોતાની દુલ્હનને જોઈને શરમાઈ રહ્યા છે. આ રમુજી વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

Funny Video : દુલ્હનને જોઈને વરરાજા શરમાયા ! વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો
groom blushed after seeing his bride
| Edited By: | Updated on: Aug 23, 2021 | 10:25 AM

Funny Video :  સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્ન સંબંધિત વીડિયો વાયરલ (Viral video) થતા રહે છે. જેમાં કેટલાક વીડિયોને જોઈને લોકોને હસવું આવે છે, જ્યારે ઘણી વખત આ વીડિયો જોઈને આશ્ચર્ય થાય છે.ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ લગ્નનો એક ફની વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે લગ્નમાં (Wedding) બધાની નજર વરરાજા અને દુલ્હન પર ટકેલી હોય છે. કેટલીકવાર યુગલો એવું કંઈક કરે છે જેને લોકો જોતા રહે છે. તાજેતરમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વરરાજા પોતાની દુલ્હનને જોઈને એટલો શરમાઈ જાય છે કે લોકો તેને જોઈને હસે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન એક ઝાડ પાસે ઉભા છે. જો કે વિડીયોમાં એક વખત પણ દુલ્હનનો ચહેરો દેખાતો નથી. વીડિયોમાં  જોવા મળે છે કે, વરરાજાએ તેના હાથમાં હાર પકડ્યો છે અને તે હાર દુલ્હનને (Bride) પહેરાવવામાં ખુબ શરમાય છે.આ વિડીયોની રસપ્રદ બાબત એ છે કે વરરાજા એટલા શરમાય (Blush) છે કે દુલ્હનના ગળામાં હાર પણ પહેરાવી શકતા નથી.

જુઓ વીડિયો

લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે

આ વીડિયોને સોશિયલ મીડિયા (Social media) પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં ઘણા યુઝર્સે આ અંગે રમૂજી ટિપ્પણીઓ કરી હતી. એક યુઝર્સ લખ્યુ કે, આ રીતે લગ્ન કોણ કરે છે ભાઈ! જ્યારે અન્ય એક યુઝર્સે (Users) લખ્યુ કે, આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે અને ત્યાં કોઈ દુલ્હન નહીં હોય. તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર funny_reel_video_ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: Funny Video : પતિએ શાનદાર રીતે પત્નીનું સ્વાગત કર્યુ, પરંતુ બીજી જ ક્ષણે કંઈક આવું થયું, વીડિયો જોઈને તમારા ચહેરાનો રંગ પણ ઉડી જશે !

આ પણ વાંચો:  Viral Video : દુલ્હને જબરદસ્ત ડાન્સ સાથે કરી એન્ટ્રી, વીડિયો જોઈને તમે પણ થઈ જશો દુલ્હનના ફેન્સ