
વીડિયોમાં જોધપુરની મહિલાનો દેશી અને વિદેશી અંદાજ નેટીઝન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. મહિલાએ સાડીમાં શકીરાના ગીતના બોલ્ડ સ્ટેપ્સ એટલી અદભૂત રીતે રજૂ કર્યા કે, લોકો તેના વખાણ કરતા થાકતા નથી. ઘણીવાર લોકો એવું વિચારે છે કે, સાડી પહેરતી મહિલાઓ ફક્ત ટ્રેડિશનલ ડાન્સ જ કરી શકે છે પરંતુ રાજસ્થાનના જોધપુરની કંચન અગ્રાવતે એવું કર્યું કે, લોકો જોઈને વખાણ કરવા લાગ્યા.
ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોલંબિયન પોપ સિંગર શકીરાના ફેમસ ગીત ‘હિપ્સ ડોન્ટ લાઈ’ પર ડાન્સ કરી રહી છે. તે માથા પર પલ્લુ ઓઢીને ડાન્સ કરતી જોવા મળી રહી છે . મહિલાએ એવા અદ્ભુત મૂવ્સ બતાવ્યા છે કે, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ આ વીડિયોને લાઈક કરવાથી પોતાને રોકી શકી નહીં.
વાયરલ વીડિયોમાં કંચનનો દેશી અને વિદેશી અંદાજ સોશિયલ મીડિયા પર છવાયો છે. યુઝર્સ દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. મહિલાના મૂવ્સમાં દેશી ટચ અને ટ્રેડિશનલ લુકનો અદ્ભુત કોમ્બો જોવા મળે છે.
કંચને 2 જૂનના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @kanchan_agrawat પર આ વીડિયો શેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 31 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ પોસ્ટને 1 લાખ 62 હજારથી વધુ લોકોએ લાઇક કરેલ છે.
નેટીઝન્સ ફક્ત તેના અદ્ભુત ડાન્સ મૂવ્સની પ્રશંસા જ નથી કરી રહ્યા પરંતુ તેના પલ્લુને હેન્ડલ કરવાની શૈલીની પણ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, ડાન્સની વચ્ચે પલ્લુને હેન્ડલ કરવાની તમારી શૈલી અદ્ભુત છે. બીજાએ કહ્યું, તમે શકીરા કરતાં વધુ સારો ડાન્સ કર્યો. અન્ય યુઝરે લખ્યું, આ ડાન્સના વખાણ કરૂં એટલા શબ્દો ઓછા પડી જાય છે.
Published On - 9:07 pm, Tue, 5 August 25