ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે

તમે ઘણા માણસોને સ્વિમિંગ પૂલમાં (Swimming Pool) તરતા જોયા હશે, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગાય સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે
Cow In Swimming Pool
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:57 AM

Viral Video: સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણીઓના વીડિયો (Animals Video) વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થાય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે. તમે મોટાભાગના પ્રાણીઓને નદી, તળાવમાં સ્નાન કરતા જોયા હશે, પરંતુ આ ગાય થોડી અલગ છે. આ ગાય નદીમાં નહી પરંતુ સ્વિમિંગ પુલમાં (Swimming Pools) ન્હાવાની મજા માણી રહી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગાય પહેલા સ્વિમિંગ પુલની બાજુમાં ઉભી રહે છે અને બાદમાં પૂલમાં કૂદી જાય છે. જો કે પુલમાં ગાય આવતા લોકો ડરી જાય છે અને તરત જ ત્યાંથી બહાર નીકળી જાય છે, પરંતુ ગાય સ્વિમિંગ પુલમાં તરી રહી છે અને ન્હાવાનો આનંદ માણી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર _hayate_vahsh2 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, “પહેલીવાર ગાયને આ રીતે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોઈ છે.” જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video: જો તમે પણ જરૂરિયાતથી વધુ વર્કઆઉટ કરો છો તો આ વિડીયો જોઈને રૂંવાટા ઉભા થઇ જશે

આ પણ વાંચો:  Shocking Video : મગરનો ક્લોઝ-અપ શોટ લઇ રહ્યો હતો વ્યક્તિ અને પછી થયું કઇંક આવું !

Published On - 8:52 am, Thu, 2 September 21