Viral : લગ્નમાં દુલ્હન અને વરરાજાએ કર્યા Push-Ups, વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે !

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેમાં વર અને કન્યા સ્ટેજ પર Push-Ups કરતા જોવા મળે છે. યુઝર્સ કપલની આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Viral : લગ્નમાં દુલ્હન અને વરરાજાએ કર્યા Push-Ups, વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે !
viral video of bride and groom doing pushup on stage
| Edited By: | Updated on: Aug 28, 2021 | 9:49 AM

Viral video :આજકાલ દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગે છે આ માટે ઘણી વખત લોકો એવી હરકત કરે છે, જેને જોઈને લોકો પણ સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો (Video) ચર્ચાનો વિષય બન્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા અને દુલ્હન સ્ટેજ પર Push-Ups કરતા જોવા મળે છે. આ વીડિયો જોઈને લાગી રહ્યુ છે કે તે પોતાના લગ્નમાં લોકોને ફિટ રહેવાનો સંદેશ આપી રહ્યા છે. સૌથી મજાની વાત એ છે કે વાયરલ વીડિયોમાં બસપન કા પ્યાર સોંગ (Bachhpan ka Pyar)સાથે આ કપલ Push-Ups કરતા જોવા મળે છે.આ સોંગ પહેલાથી જ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

જુઓ વીડિયો

આ કપલનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,આ દ્રશ્ય ખુબ શાનદાર છે,જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે,પોતાના લગ્નમાં આવુ કોણ કરે છે ભાઈ! આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો અક્ષિતા અરોરા નામના યુઝર્સ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પરથી શેર કર્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં અક્ષિતાએ લખ્યું છે કે, “જે યુગલ એકસાથે વેટ લિફ્ટ કરે છે તેઓ લગ્ન કરે છે”. અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકોએ આ વીડિયોને જોયો છે. કેટલાક લોકોને આ કપલનો ફિટ રહેવાનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે,જ્યારે કેટલાક યુઝર્સનું કહેવુ છે કે લગ્નના સમયે આવી રીતે મજાક કરવી યોગ્ય નથી.

 

આ પણ વાંચો: Ajab-Gajab: ભારતના આ અનોખા ગામમાં ચંપલ પહેરવા પર છે પ્રતિબંધ, આ પરંપરા પાછળ અંધ વિશ્વાસ કે આસ્થા?

આ પણ વાંચો:  Viral Video : લો બોલો આ મહિલાનું એમેઝોનનું પાર્સલ જ રીંછ ઉઠાવી ગયુ, CCTVમાં વિડિયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો