Viral Video : દુલ્હને ધમાકેદાર ડાન્સ કરીને જાનૈયાઓનું જીત્યુ દિલ, જુઓ મજેદાર વીડિયો

તાજેતરમાં એક દુલ્હનનો સ્વેગ વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હન જાનૈયાઓ સામે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Viral Video : દુલ્હને ધમાકેદાર ડાન્સ કરીને જાનૈયાઓનું જીત્યુ દિલ, જુઓ મજેદાર વીડિયો
Bride dancing in front of groom
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:28 AM

Viral Video :  આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો (marriage video) ખુબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં આમાંથી કેટલાક વિડીયો એટલા રમુજી છે કે લોકો હસવાનું રોકી શકતા નથી.તો ઘણા વિડીયો એટલા ભાવુક છે કે તે જોઈને તમારી આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે તાજેતરમાં લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ (Viral)થઈ રહ્યો છે,જે જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. આ વીડિયોમાં દુલ્હન તેના વરરાજાનું ધમાકેદાર સ્વાગત કરતી જોવા મળી રહી છે.

સામાન્ય રીતે દુલ્હન તેના લગ્નમાં શરમાતી જોવા મળે છે, પણ આ દુલ્હન થોડી અલગ છે. આ દુલ્હન પોતે જ તેના વરરાજાનું સ્વાગત કરતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે દુલ્હન જાનૈયાઓ સામે ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળે છે.ત્યારે લોકો દુલ્હનના ડાન્સની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

દુલ્હનનો સ્વેગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે,આ વીડિયો IAS અધિકારી @pnarahari એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.વીડિયોને શેર કરતા તેણે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘એક દુલ્હન વરરાજા માટે ડાન્સ કરી રહી છે’ અને તે ખૂબ જ ખુશ જોવા મળે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દુલ્હને પોતાની અંદાજથી દરેકનું દિલ જીતી લીધું છે. આ દુલ્હનનો સ્વેગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: RIP Kalyan Singh : સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે કલ્યાણસિંહને કરી રહ્યા છે યાદ !

આ પણ વાંચો:  Knowledge Updates: તમને ખબર છે કે ટૂથપેસ્ટ પર લાલ, લીલો અને વાદળી માર્કનો શું છે મતલબ ? જો નથી તો વાંચો આ અહેવાલ