Funny Video : છોકરો ડાન્સ માસ્ટર બનીને શીખવી રહ્યો હતો સ્ટેપ્સ, પછી કંઈક એવુ થયુ જે જોઈને તમને પણ હસવુ આવશે

આજકાલ સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો (Funny Video)ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો ડાન્સ સ્ટેપ્સ શીખવે છે, પરંતુ બાદમાં કંઈ ક એવુ થાય છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Funny Video : છોકરો ડાન્સ માસ્ટર બનીને શીખવી રહ્યો હતો સ્ટેપ્સ, પછી કંઈક એવુ થયુ જે જોઈને તમને પણ હસવુ આવશે
viral video of boy who teaches dance step
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:54 AM

Funny Video :  સોશિયલ મીડિયાના પર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે,જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે, જ્યારે ઘણા એવા વીડિયો છે જેને જોઈને ખુબ હસવુ આવે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વીડિયોમાં એક છોકરો ડાન્સ માસ્ટર બનીને છોકરીને ડાન્સ(Dance) શીખવી રહ્યો છે, પણ ત્યારે જ છોકરી ડાન્સ દરમિયાન એવું કંઈક કરે છે જેને જોઈને લોકોને ખુબ હસી રહ્યા છે.

છોકરો ડાન્સ માસ્ટર બનીને શીખવી રહ્યો હતો સ્ટેપ્સ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો છોકરીને ડાન્સના કેટલાક ખાસ સ્ટેપ્સ (Dance Steps)શીખવે છે. ત્યાર બાદ છોકરી એ ડાન્સ સ્ટેપ્સનો ફોલો કરતી જોવા મળી રહી છે, બાદમાં ડાન્સ સ્ટેપ કરવા જતા છોકરી તેને પાછળથી સખત લાત મારે છે.આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સે આ વીડિયોને (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, છોકરીએ આવું વર્તન ન કરવું જોઈએ, અદ્ભુત! જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો tube.indian નામના ઈન્સ્ટાગ્રામ (Instagram) પરથી પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે, જ્યારે 46 હજારથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.

 

આ પણ વાંચો: Odd News: આ ફાટેલા સ્વેટરને બ્રાન્ડેડ કંપની વેચી રહી છે એટલા લાખમાં કે ભાવ સાંભળીને જ ઉડી જાય ‘ઠંડી’

આ પણ વાંચો: Viral Video: લગ્નના મંડપમાં વરરાજા ખાઇ રહ્યો હતો ગુટખા, જાણો પછી દુલ્હને શું કર્યુ ?