Viral Video: દુકાનમાં બેઠો હતો છોકરો અને અચાનક ઉપરથી પડ્યો સાપ, દ્રશ્યો CCTVમાં કેદ

|

Sep 10, 2021 | 10:08 PM

આ વીડિયો પર લોકોએ પોતાની જાત જાતની પ્રતિક્રિયા આપી હતી, જેમાં મુખ્ય કોમેન્ટ "મારવા વાળા પણ ભગવાન છે અને બચાવવા માટે પણ ભગવાન જ છે "

Viral Video: દુકાનમાં બેઠો હતો છોકરો અને અચાનક ઉપરથી પડ્યો સાપ, દ્રશ્યો CCTVમાં કેદ
Snake falls on a shopkeeper

Follow us on

સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક બાળકની સતર્કતાને કારણે એનો જીવ બચી ગયો હતો. બાળક પાનની દુકાનમાં બેઠો હતો તે દરમિયાન ઉંદરનો પીછો કરી રહેલો એક સાપ છત પરથી નીચે દુકાનમાં પડ્યો હતો, પરંતુ સાપ બાળકને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં હલચલ જોઈને બાળક ત્યાંથી ભાગી છૂટયો હતો. આખરે શું થયું હતું તે જાણવા માટે જુઓ આ વીડિયો.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે એક છોકરો પાનની દુકાનમાં આવીને બેઠો છે અને આ દરમિયાન એની નજર છત પર ચાલતી હલચલ પર ગઈ. મામલો સમજમાં આવતા જ આ છોકરો દોડીને દુકાનની બહાર નીકળી ગયો અને થોડી જ ક્ષણોમાં એક ઉંદર ઉપરથી નીચે પડ્યો અને એની પાછળ એક મોટો સાપ પણ નીચે પડ્યો. છોકરાના નસીબ સારા હતા કે તે સાપ છોકરા પર ન પડ્યો નહીં તો કોઈ દુર્ઘટના ઘટી ગઈ હોત. આખી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો મધ્ય પ્રદેશના રાયસેનનો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

માઈક્રો બ્લોગ સાઈટ પર આ વીડિયો ભારતીય જનતા પાર્ટીના નેતા હિતાનંદ શર્મા દ્વારા શેયર કરવામાં આવ્યો છે, જેનું મથાળું “જાકો રાખે સાઈયાં માર શકે ન કોઈ ” અર્થાત ગુજરાતી કહેવત રામ રાખે તેને કોણ ચાખે? આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ પર પણ શેયર કરવામાં આવ્યો છે અને આ વીડિયો પર લોકોએ પોતાની જાત જાતની પ્રતિક્રિયા આપી હતી, જેમાં મુખ્ય કોમેન્ટ “મારવા વાળા પણ ભગવાન છે અને બચાવવા માટે પણ ભગવાન જ છે ” અન્ય એક યુઝરે ઉંદરને કારણે બાળકનો જીવ બચી ગયો એવી કોમેન્ટ કરી હતી.

 

આ પણ વાંચો – Ahmedabad: સોલા સિવિલમાંથી બાળકીનું અપહરણ કરનારી મહિલાએ કર્યો મોટો ખુલાસો, આ પ્રકારે માસ્ટર પ્લાન બનાવી ઘટનાને આપ્યો અંજામ

 

આ પણ વાંચો – PM મોદીએ કોરોનાને લઈને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, દેશમાં મહામારીની સ્થિતી અને વેક્સિનેશન અંગે કરાઈ ચર્ચા

 

આ પણ વાંચો – શું તમે હજુ કરી રહ્યા છો FDમાં રોકાણ? તો હવે કરો આ સ્કીમમાં રોકાણ જેમાં મળે છે FD કરતા બમણું વળતર

Next Article