મહેસાણામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં થયો 500ની નોટનો વરસાદ, રુપિયા લેવા લોકોની પડાપડી, જુઓ Viral Video

Viral Video: ભૂતપૂર્વ સરપંચ કરીમ જાદવે તેમના ઘરની છત પર ઉભા હતા અને 100 અને 500 રૂપિયાની લાખો નોટો ઉડાવી હતી. રુપિયાની આ નોટો લેવા માટે ઘરની નીચે લોકોની ભીડ એકઠી થઈ હતી.

મહેસાણામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં થયો 500ની નોટનો વરસાદ, રુપિયા લેવા લોકોની પડાપડી, જુઓ Viral Video
મહેસાણામાં રુપિયાનો વરસાદ
| Edited By: | Updated on: Feb 19, 2023 | 5:32 PM

મહેસાણા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં નોટોનો વરસાદ થયો છે. પૂર્વ સરપંચે તેમના ભત્રીજાના લગ્નમાં નોટોનો વરસાદ કર્યો હતો. ભૂતપૂર્વ સરપંચ કરીમ જાદવે તેમના ઘરની છત પર ઉભા હતા અને 100 અને 500 રૂપિયાની લાખો નોટો ઉડાવી હતી. રુપિયાની આ નોટો લેવા માટે ઘરની નીચે લોકોની ભીડ એકઠી થઈ હતી. નોટો લેવા માટે લોકો વચ્ચે પડાપડી જોવા મળી અને ઘણા લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે લગ્નની ઉજવણીમાં આખા ગામને સામેલ કરવા માટે કરીમ જાદવ અને તેના પરિવારના સભ્યોએ નોટો ઉડાવી હતી.

વરઘોડા દરમિયાન ઉડાવવામાં આવ્યા હતા રુપિયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો મહેસાણાના અંગોલ ગામનો છે. પૂર્વ સરપંચ કરીમભાઈ દાદુભાઈ જાદવના ભાઈ રસુલભાઈના પુત્રના લગ્ન હતા. આ લગ્નની ખુશીમાં ઘરના લોકોએ પોતાના ઘરની છત પર ઉભા રહીને નોટોનો વરસાદ કર્યો હતો. જે સમયે કરીમ જાદવ નોટ ઉડાવી રહ્યો હતો, તે સમયે તેનો ભત્રીજો રઝાક વરઘોડા સાથે ગામમાંથી નીકળી રહ્યો હતો. તે દરમિયાન બેકગ્રાઉન્ડમાં જોધા-અકબર ફિલ્મનું અઝીમો-શાન શહેનશાહ ગીત વાગી રહ્યું હતું. જો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લગ્નમાં લાખો રૂપિયા ઉડાડવામાં આવ્યા

100 અને 500 રૂપિયાની નોટો ઉડાવી

મળતી માહિતી પ્રમાણે અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમ જાદવના ભત્રીજા રઝાકના લગ્ન હતા. રઝાકના લગ્ન પૂર્વ સરપંચ કરીમ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા. જ્યાં લગ્નના બીજા દિવસે સાંજે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે સમયે ધાબા પરથી 10થી લઈને 500 રૂપિયા સુધીની નોટો ઉડાડવામાં આવી હતી. આ દરમિયાન નીચે ઉભેલા મોટી સંખ્યામાં લોકો નોટો લેવા માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો પૈસા લેવા માટે મારામારીમાં પર ઉતર્યા હતા.