દારુના નશામાં યુવતીઓએ સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યુ અભદ્ર વર્તન, વીડિયો વાયરલ થતા હવે ખાવી પડશે જેલની હવા

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Noida Viral Video) થયો છે. જેમાં 2 યુવતીઓ રાતના અંધારામાં એક સિક્યોરિટી ગાર્ડ સાથે અભદ્ર વર્તન કરતી જોવા મળે છે.

દારુના નશામાં યુવતીઓએ સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યુ અભદ્ર વર્તન, વીડિયો વાયરલ થતા હવે ખાવી પડશે જેલની હવા
Noida viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 08, 2022 | 10:37 PM

Shocking Video : કોઈ વસ્તુનો વધારે પડતો નશો માણસના જીવનને બરબાદ કરી નાંખે છે. નશાને કારણે માણસ ઘણીવાર તે ન કરવા જેવા કામ કરી બેસે છે અને તેનાથી તેની સાથે સાથે બીજા લોકોને પણ નુકસાન થાય છે. ભૂતકાળમાં તમે સોશિયલ મીડિયા પર દારુના નશામાં ધુત લોકોના વીડિયો જોયા જ હશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Noida Viral Video) થયો છે. જેમાં 2 યુવતીઓ રાતના અંધારામાં એક સિક્યોરિટી ગાર્ડ સાથે અભદ્ર વર્તન કરતી જોવા મળે છે.

આ વાયરલ વીડિયો નોઈડાનો છે. એક હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં 2 યુવતીઓએ દારુ પીને જોરદાર ધમાલ કરી હતી. તેઓ અપશબ્દો બોલવાની સાથે સાથે ત્યાંના સિક્યોરિટી ગાર્ડ સાથે પણ અભદ્ર વર્તન કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો બીજા સિક્યોરિટી ગાર્ડે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયોમાં ઘણા લોકો આજુબાજુ ઊભા રહી આ ધમાલે જોતા જોવા મળી રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ સોસાયટીમાં એન્ટ્રી કરવા માટે સોસાયટીનું સ્ટીકર ગાડી પર હોવુ જરુરી છે. જે આ યુવતીઓની કાર પર નહીં હતુ. જેના કારણે સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેમને રોકવામાં આવ્યા. જેના કારણે યુવતીઓેએ નીચે ઉતરીને ધમાલ કરી હતી.

નશામાં ધુત થઈ ગાળ આપનાર યુવતીઓ જેલમાં

 

આ ઘટના સમયે યુવતીઓ દારુના નશામાં હતી. તેઓ કોલર પકડીને સિક્યોરિટી ગાર્ડને અપશબ્દો કહી રહી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલી એકશનમાં આવી હતી. પીડિત સિક્યોરિટી ગાર્ડની મેડિકલ તપાસ થઈ રહી છે. ફરિયાદના આધાર પર ગુનો નોંધી બન્ને યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.