
Mother Daughter Video: હાલમાં જ એક માતાએ વીડિયો રેકોર્ડ કર્યો છે, જેમાં બાળકીને તે કહી રહી છે કે હવે તે મોટી બહેન બનવાની છે. આા પર બાળકીએ જે રિએક્શન આપ્યુ તેમણે નેટિઝન્સનું દિલ જીતી લીધુ છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે મહિલા જ્યારે તેમની નાનકડી દીકરીને જણાવે છે કે તે હવે મોટી બહેન બનવાની છે તો આ સાંભળતા જ બાળકી ચોંકી જાય છે. ત્યારબાદ બાળકી જે કંઈપણ કહે છે, તેને જોઈને તમારા ચહેરા પર સ્મીત રેલાઈ જ જશે. આ વીડિયો તમારો દિવસ બનાવવા માટે પુરતો છે.
આ વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે શિલ્પી નામની આ મહિલા તેની નાનકડી બાળકીને કહે છે તુ મોટી બહેન બનવાની છે. આ સાંભળીને નવ્યા નામની બાળકી થોડી વિચારમાં પડી જાય છે અને ત્યારબાદ કહે છે કે તે તો પહેલેથી જ તેમના ડોગી આર્ચીની મોટી બહેન છે. આ સાંભળી માતા તેને સમજાવે છે કે બહુ જલ્દી તેને એક નાનો ભાઈ નાની બહેન હશે. આ સાંભળીને બાળકી કહે છે કે તેને એક બહેન જોઈએ છે અને તેની સાથે તે જમશે અને ખૂબ રમશે.
navyathapliyal નામના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી મહિલાએ આ વીડિયો શેર કર્યો છે અને લખ્યુ છે કે અનેક લોકો મને પૂછે છે કે જ્યારે મેં નવ્યાને જણાવ્યુ કે ત મોટી બહેન બનવાની છે તો તેના પર તેનુ શું રિએક્શન હતુ. જો કે થોડા સમય સુધી તો હું પણ વિચારતી જ રહી કે તેને કેવી રીતે જણાવુ કે મારા બાળકનો જન્મ કેવી રીતે થયો.’ 3 દિવસ પહેલા અપલોડ કરાયેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 39 હજાર લોકોએ તેને લાઈક કર્યું છે, જ્યારે ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
એક યૂઝરે લખ્યુ છે કે પિયુ તુ અને તારી વાતો આટલી ક્યુટ કેમ છે. અભિનંદન. મને વિશ્વાસ છે કે તુ એક સારી બહેન બનશે. તો બીજા યુઝરે લખ્યુ છે કે હું તો બાળકીની ઈંગ્લિશ એક્સેન્ટની કાયલ થઈ ગઈ છુ. આ તો મારાથી પણ કમાલ અંગ્રેજી બોલે છે. અન્ય એક યૂઝરે લખ્યુ છે કે ‘હેહે… કેટલી ક્યુટ છે આ બાળકી. અને હાં, મોટી બહેન બનવા માટે અભિનંદન’ કુલ મળીને બાળકીએ તેના રિએક્શનન્સથી નેટિઝન્સનું દિલ જીતી લીધુ છે.