Viral Video: મા-દીકરીની જોડીએ ધૂમ મચાવી, લતા મંગેશકરનું ગીત ગાઈને જીત્યા લોકોના દિલ

લતા મંગેશકર હોય કે કિશોર કુમાર કે પછી મોહમ્મદ રફી, આ બધા એવા સિંગર છે, જેમના અવાજમાં એક પ્રકારનો કોઈ જાદુ હતો. આ ગાયકોના મધુર કંઠે ગવાયેલા ગીતો ગમે તેટલી વખત સાંભળીએ તો પણ સારા જ લાગે છે.

Viral Video: મા-દીકરીની જોડીએ ધૂમ મચાવી, લતા મંગેશકરનું ગીત ગાઈને જીત્યા લોકોના દિલ
Viral Video
| Edited By: | Updated on: Jul 04, 2023 | 6:36 PM

Song Viral Video: એવા ઘણા લોકો છે જેઓને ગીતો (Song) સાંભળવાની સાથે ગાવાનો પણ શોખ હોય છે. તેમાં પણ બધા લોકોને અલગ-અલગ પ્રકારના ગીતો સાંભળવાનો શોખ હોય છે. કેટલાકને ધીમા મધુર ગીતો ગમે છે તો કેટલાક લોકોને ફાસ્ટ મ્યુઝિક પસંદ આવે છે. આજકાલ જુના ગીતોને રીમિક્સ કરી નવી સ્ટાઈલમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના ગીતો લોકોને પસંદ આવી રહ્યા છે, પરંતુ જુના ગીતોની વાત કંઈક અલગ જ છે.

જુના ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

લતા મંગેશકર હોય કે કિશોર કુમાર કે પછી મોહમ્મદ રફી, આ બધા એવા સિંગર છે, જેમના અવાજમાં એક પ્રકારનો કોઈ જાદુ હતો. આ ગાયકોના મધુર કંઠે ગવાયેલા ગીતો ગમે તેટલી વખત સાંભળીએ તો પણ સારા જ લાગે છે. આવા જ જુના ગીતનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માતા-પુત્રીની જોડી લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું ગીત ગાઈ રહ્યા છે.

અહીં વીડિઓ જુઓ

 

 

વર્ષ 1968માં આવેલી ‘ઇઝ્ઝત’ ફિલ્મનું ગીત ‘યે દિલ તુમ બિન કહીં લગતા નહીં, હમ ક્યા કરેં’ તો સાંભળ્યું જ હશે. વિડીયોમાં મા-દીકરીની જોડી પોતાના સુંદર અવાજમાં આ ગીત ગાઈ રહ્યા છે. દીકરી ગીત શરૂ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોયલ ગાતી હોય અને તે પછી માતા પણ સાથે ગાવાનું શરૂ કરે છે. મમ્મીનો અવાજ તો તેની દીકરી કરતાં પણ વધારે મધુર લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માતા-પુત્રીની જોડીએ પોતાની ગાયકીથી લોકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો : Viral Video: એમ જ નથી દિલ્હી મેટ્રો બદનામ! હવે છોકરીએ છોકરાને પબ્લિક વચ્ચે જડી દીધો લાફો, વીડિયો જોઈ લોકો ભડક્યા

આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે જ અનેક લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે કહ્યુ કે, આંટીજીએ તેમની ગીતથી મારું દિલ ચોરી લીધું. તો અન્ય એક યુઝરે કહ્યુ કે, બંનેના અવાજ ખૂબ જ મધુર છે. તેવી જ રીતે એક યુઝરે વખાણ કરતા કહ્યુ કે, જ્યારે માતાએ ગાવાનું શરૂ કર્યું, ત્યારે મારી આંખોમાં આંસુ આવી ગયા.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:34 pm, Tue, 4 July 23