વાયરલ વીડિયો : વાંદરા એ રસ્તા પર કર્યુ સ્કેટિંગ, લોકો એ કહ્યુ – આ તો ટેલેન્ટેડ વાંદરો છે

હાલમાં વાંદરાનો એક એવો વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેને જોઈને તમે આશ્ચર્યમાં મુકાય જશો. આ વાંદરો માણસ જેવી હરકતો કરી રહ્યો છે. જુઓ આ વાયરલ વીડિયો.

વાયરલ વીડિયો : વાંદરા એ રસ્તા પર કર્યુ સ્કેટિંગ, લોકો એ કહ્યુ - આ તો ટેલેન્ટેડ વાંદરો છે
Viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 02, 2022 | 11:50 PM

Monkey Viral Video : સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના પ્રાણીના વીડિયો અપલોડ થતા હોય છે. આ પ્રાણીઓની કેટલીક હરકતોને કારણે આવા વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર બિલાડી, કૂતરા અને વાંદરાને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં વાંદરાનો એક એવો વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેને જોઈને તમે આશ્ચર્યમાં મુકાય જશો. આ વાંદરો માણસ જેવી હરકતો કરી રહ્યો છે. જુઓ આ વાયરલ વીડિયો.

વાયરલ વીડિયો વિદેશનો છે. આ વીડિયોમાં તમે એક સીમેન્ટના રસ્તા પર વાંદરાને જોઈ શકો છો. આ વાંદરા જે સામાન્ય રીતે જંગલમાં દેખાય છે. તે આ રસ્તા પર માણસો જેવા કામ કરતા જોવા મળ્યો. આ વાંદોર મજેદાર રીતે સ્કેટિંગ કરી રહ્યો છે. તે એવી રીતે સ્કેટિંગ કરી રહ્યો છે કે જાણે કોઈ કોપ્ટિશનમાં જતો હોય. તેની પ્રેક્ટિસ જોઈને લાગે છે કે તે ગોલ્ડ મેડલ જીતીને જ લાવશે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @MorissaSchwartz નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 4 લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે. હજારો સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ વાંદરો તો ખરેખર ટેલેન્ટેડ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ તો મારા કરતા પણ સારુ સ્કેટિગં કરી શકે છે. અન્ય યુઝર પણ આવા જ મજેદાર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.