Viral Video : વાંદરાએ WWEની સ્ટાઈલમાં મરઘાને ધોઈ કાઢ્યો, લડાઈનો જોરદાર વીડિયો જોઈ લોકો થયા દંગ

|

Aug 19, 2022 | 4:47 PM

હાલમાં વાંદરા અને મરઘાનો એેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તે વીડિયોમાં તમને WWEની સ્ટાઈલમાં લડાઈ જોવા મળશે.

Viral Video : વાંદરાએ WWEની સ્ટાઈલમાં મરઘાને ધોઈ કાઢ્યો, લડાઈનો જોરદાર વીડિયો જોઈ લોકો થયા દંગ
Viral Video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓની હરકતો સોશિયલ મીડિયા યુઝર્સને હમેશા મનોરંજન પૂરુ પાડતા હોય છે. ઘણા લોકો WWEના ફેન્સ હોય છે. WWEએ એક ફાઈટિંગ કોમ્પિટિશન હોય છે. ઘણા લોકો તે રેસલરની લડાઈની સ્ટાઈલથી પ્રભાવિત થઈ તે પોતાની મિત્રો સાથે પણ અજમાવતા હોય છે. તમે તમારા બાળપણમાં આવી લડાઈઓ જોઈ જ હશે. ઘણા લોકો માટે આજે પણ તે WWE સ્ટાઈલની લડાઈ બાળપણની એક અમૂલ્ય યાદગીરી બની રહી હશે. હાલમાં વાંદરા અને મરઘાનો એેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તે વીડિયોમાં તમને WWEની સ્ટાઈલમાં લડાઈ જોવા મળશે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વાંદરો અને મરઘા વચ્ચે લડાઈ થઈ રહી છે. ત્યા એક કૂતરો પણ જોવા મળી રહ્યો છે. વાંદરા અને મરઘા વચ્ચેની આવી લડાઈ તમે પહેલા ક્યારેય નહીં જોઈ હશે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાના કિનારે એક મરઘો ઊભો છે અને તેના પર એક વાંદરો કોઈ કારણસર હુમલો કરે છે. તે વાંદરો WWEની સ્ટાઈલમાં તે મરઘાને ધોઈ કાઢે છે. તે મરઘાની ડોક પકડી પકડીને તેને મારે છે. તે મરઘો ક્યારેક પોતાને બચાવતા કે વાંદરાને હુમલાનો જવાબ આપતા જોવા મળી રહ્યો છે. ખબર નહીં ક્યા કારણથી પણ તે વાંદરો તે બિચારા વાંદરાને વારંવાર મારવા આવે છે. મરઘાની હાલત ઘણી દયનીય થઈ જાય છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ રહ્યો એ વાયરલ વીડિયો


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Puddle Humour  પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયોને એ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે. આ વીડિયો ખરેખર રમૂજી છે. પ્રાણીઓની હરકતો લોકોને મનોરંજન આપતા હોય છે. આ વીડિયો પર લોકો પોતાના પ્રતિભાવો પણ આપી રહ્યા છે. લોકોના ફની પ્રતિભાવો આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં જોવા મળ્યા હતા. આ બન્ને પ્રાણીઓની હરકતોએ લોકોને હસીહસીને લોટપોટ થવા મજબૂર કરી  દીધા હતા.

Next Article