Viral Video : વાંદારાએ ભક્તો સાથે કર્યું રામનું ભજન, ભગવાનની ભક્તિમાં થયો લીન

Monkey Viral Video : સોશિયલ મીડિયા પર વાંદરા જેવા પ્રાણીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં વાયરલ થઈ રહેલો વાંદરાનો વીડિયો તમે એક સમયે ભાવુક પણ કરી દેશે.

Viral Video : વાંદારાએ ભક્તો સાથે કર્યું રામનું ભજન, ભગવાનની ભક્તિમાં થયો લીન
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 05, 2023 | 9:05 PM

સોશિયલ મીડિયા પર રોજ અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો રમૂજી હોય છે, કેટલાક વીડિયો આશ્ચર્યજનક હોય છે તો કેટલાક વીડિયો ભાવુક કરી દેતા હોય છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રાણીઓને લગતા પણ અનેક વીડિયો વાયરલ થતા હોય છે.

સોશિયલ મીડિયા પર શ્વાન, વાંદરા અને બિલાડી જેવા પ્રાણીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સને આવા વીડિયો જોવા પસંદ હોય છે જેથી પ્રાણીઓ સંબંધિત વીડિયો ખુબ વાયરલ થતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાંદરાને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.

હિંદુ માન્યતાઓ અનુસાર ભગવાન રામના ભક્ત હનુમાન એક વાનર હતા. ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં વાંદરાને આસ્થાની નજરથી જોવામાં આવે છે. ઘરની આસપાસ જ્યારે વાંદરા આવે છે ત્યારે તેમને ભોજન પણ આપવામાં આવે છે, કેટલાક લોકો તો વાંદરાનો પગે પણ લાગતા હોય છે.

હાલમાં વાંદરાનો એક અદ્દભુત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વાંદરો એક સાધુના ખોળામાં બેસીને રામનું ભજન કરતો જોવા મળી રહ્યો છે. તે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી રહ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું પણ આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક્સ મળ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સોશિયલ મીડિયાનો સૌથી સુંદર વીડિયો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, રામ ભક્ત વાનર સ્વરુપ હનુમાનનો શાનદાર વીડિયો . અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતમાં માણસોની સાથે સાથે પ્રાણીઓને પણ ભગવાન પ્રત્યે આસ્થા છે.

Follow Us