Viral Video : રોટલી આપનાર અમ્મા થઈ બીમાર, વાંદરાએ ભેટીને વરસાવ્યો પ્રેમ અને વ્હાલ

Monkey And Old Lady Video: સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ પ્રકારના રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ભાવુક થઈ જશો.

Viral Video : રોટલી આપનાર અમ્મા થઈ બીમાર, વાંદરાએ ભેટીને વરસાવ્યો પ્રેમ અને વ્હાલ
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 03, 2023 | 6:50 PM

માણસ અને પ્રાણીઓ વચ્ચેનો પ્રેમનો સંબંધ એટલો મજબૂત હોય છે કે તેઓ ભાષા વગર પણ એકબીજાની વાત સમજી જતા હોય છે. સોશિયલ મીડિયા પર મોટાભાગે પ્રાણીઓના રમૂજી વીડિયો વાયરલ થતા હોય છે. પણ હાલમાં વાયરલ થઈ રહેલો વાંદરાનો વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર યુઝર્સ ભાવુક થયા છે.

તમે તમારી આસપાસ એવા ઘણા લોકોને જોયા હશે જે પ્રાણીઓ પ્રત્યે ખુબ પ્રેમ રાખતા હોય છે. તેઓ કૂતરા, ગાય અને વાંદરા જેવા પ્રાણીઓને રોજ ભોજન પણ આપતા હોય છે. પ્રતિદિન આ નિસ્વાર્થ સેવાને કારણે તે માણસ અને પ્રાણી વચ્ચે અનોખો પ્રેમનો સંબંધ શરુ થતો હોય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર માણસ અને પ્રાણીના અતૂટ અને અનોખા સંબંધની સાબિતી આપતી એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા અને વાંદરો સાથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો તમે પહેલા ભાગ્યે જ જોયા હશે. માણસ અને પ્રાણીના આ પ્રેમ સંબંધનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : 6,6,6,6,6…એક ઓવરમાં ફટકારી સતત 5 સિક્સર, RCBમાંથી બહાર કરેલા ખેલાડીએ બતાવી તાકાત

જણાવી દઈએ કે આ બિમાર વૃદ્ધ મહિલા આ વાંદરાને રોજ ભોજન આપતી હતી. બિમાર પડવાને કારણે છેલ્લા કેટલાક દિવસથી તે વાંદરા સુધી ભોજન પહોંચતું ન હતું. બિમાર મહિલાને શોધવા તે વાંદરો તેના ઘરમાં બેડ સુધી આવી જાય છે અને પોતાના હાવભાવથી તેના ખબર અંતર પૂછે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો @ravikarkara નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.