વાયરલ વીડિયો: પિંજરામાં કેદ સિંહનો ફોટો પાડી રહ્યો હતો શખ્સ, જંગલના રાજા એ આ રીતે કરી તેની બેઈજ્જતી

Viral Video: કેટલીકવાર પ્રાણીઓ લોકોના વર્તનથી પરેશાન થઈ જાય છે. હાલમાં પિંજરામાં કેદ સિંહને એક શખ્સની હરકત પસંદ ન આવતા સિંહે તેની જોરદાર બેઈજ્જતી કરી નાંખી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયો: પિંજરામાં કેદ સિંહનો ફોટો પાડી રહ્યો હતો શખ્સ, જંગલના રાજા એ આ રીતે કરી તેની બેઈજ્જતી
Viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 02, 2022 | 6:17 PM

જંગલના પ્રાણીઓને લોકો નજીકથી અને કોઈપણ જોખમ વગર નિહાળી શકે તેના માટે અનેક શહેરોમાં પ્રાણી સંગ્રહાલયની બનાવવામાં આવે છે. આ પ્રાણી સંગ્રહાલયમાં જંગલના ખતરનાક શિકારીઓથી લઈને સુંદર પ્રાણીઓને નજીકથી જોઈ શકાય છે. નાના બાળકોથી લઈને મોટા વડીલ સુધી સૌ કોઈ તેમને નિહાળવા માટે ઉત્સુક હોય છે પણ કેટલીકવાર પ્રાણીઓ લોકોના વર્તનથી પરેશાન થઈ જાય છે. હાલમાં પિંજરામાં કેદ સિંહને એક શખ્સની હરકત પસંદ ન આવતા સિંહે તેની જોરદાર બેઈજ્જતી કરી નાંખી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં એક પ્રાણી સંગ્રહાલયના દ્રશ્યો જોઈ શકાય છે. આ વીડિયોમાં પિંજરામાં કેદ એક સિંહ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેના પિંજરાની આસપાસ રહીને તેને નિહાળી રહ્યા છે, કેટલાક તેને કેમેરામાં કેદ કરી રહ્યા છે અને કેટલાક તેની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે પણ આ વાત પિંજરામાં કેદ સિંહને પસંદ નથી આવતી. તે પિંજરમાં ફરતા ફરતા એક શખ્સ પાસે આવે છે અને એવી હરકત કરે છે કે તે શખ્સ કોઈને મોંઢુ બતાવવા લાયક નથી રહેતો. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટમાં લખ્યુ છે કે , સિંહ પર સેલ્ફી લેવાવાળોથી પરેશાન છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ જ ગજબની બેઈજ્જતી કરી નાંખી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ વીડિયો જોઈ હું અડધો કલાક સુધી હસ્યો. અન્ય યુઝર્સ પણ આ વીડિયો પર રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.