Viral Video : ભૂલથી પગ પર ચઢી ગઈ વ્હીલચેર, યુવકે વિકલાંગ વ્યક્તિને માર્યો જોરદાર મુક્કો

આ ઘટનાને કારણે યુવક ગુસ્સામાં આવી જાય છે. અને ગુસ્સામાં ને ગુસ્સામાં તે વિકલાંગને જોરદાર મુક્કો મારી દે છે. તે એ સમજતો જ નથી કે વિકલાંગોની જીંદગી ખુબ જ સંઘર્ષપૂર્ણ હોય છે. તેમની સાથે વિનમ્રતા અને પ્રેમથી વર્તવું જોઈએ. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ રોષ પ્રગટ કરી રહ્યાં છે.

Viral Video : ભૂલથી પગ પર ચઢી ગઈ વ્હીલચેર, યુવકે વિકલાંગ વ્યક્તિને માર્યો જોરદાર મુક્કો
Viral Video
| Edited By: | Updated on: Mar 23, 2023 | 11:32 PM

આપણી દુનિયામાં ભલે ગમે તેટલા આલીશાન ઘર, સ્ટેશન, ઓફીસ કે વિકાસના કામ થાય,પણ આ દુનિયા હંમેશા પ્રેમ, વિશ્વાસ અને માનવતાને કારણે જ ચાલતી હોય છે. જે દિવસે આ ત્રણ ભાવનાઓ માણસોમાંથી ખત્મ થઈ જશે, તે દિવસે દુનિયાનો અંત નજીક હશે. તમે ઘણા લોકો એવું કહેતા જોયા હશે, હવે દુનિયામાંથી માનવતા જ ખત્મ થઈ ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક માનવતાને શર્મશાર  કરતો  વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે ખરેખર દુનિયામાંથી માનવતા ખત્મ થઈ ગઈ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદેશની ધરતીની એક હોટલ બહારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. કેટલાક લોકો કોઈ કાર્યક્રમ માટે ત્યાં એકઠા થયા હતા. તેવામાં એક વિકલાંગની વ્હીલચેર એક યુવકના પગ પર ભૂલમાં ચઢી જાય છે. આ ઘટનાને કારણે યુવક ગુસ્સામાં આવી જાય છે. અને ગુસ્સામાં ને ગુસ્સામાં તે વિકલાંગને જોરદાર મુક્કો મારી દે છે. તે એ સમજતો જ નથી કે વિકલાંગોની જીંદગી ખુબ જ સંઘર્ષપૂર્ણ હોય છે. તેમની સાથે વિનમ્રતા અને પ્રેમથી વર્તવું જોઈએ. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ રોષ પ્રગટ કરી રહ્યાં છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હે ભગવાન…શું થઈ ગયું છે આજકાલના લોકોને !. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જરા પણ દયા ના આવી આ વ્યક્તિને ?.આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

 

Published On - 11:18 pm, Thu, 23 March 23