Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

Shocking viral video : હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. આવો સ્ટંટ તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ વીડિયો જો તમારા પણ પરસેવા છૂટી જશે.

Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર
Dangerous stunts Viral video
| Edited By: | Updated on: Apr 17, 2023 | 9:29 PM

સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા અને ધમાકેદાર વીડિયો વાયરલ થતા હોય છે. આવા વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. આવો સ્ટંટ તમે પહેલા ભાગ્યે જ જોયો હશે. આ વીડિયો જો તમારા પણ પરસેવા છૂટી જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં આકાશના હજારો ફૂટ ઊંચાઈના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એક હોટએર બલુનની સાથે એક મોટું પ્લેટફોર્મ જોડાયેલું છે. આ પ્લેટફોર્મ પર એક યુવક સાયકલ પર બેસીને ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. એક સમયે લાગે છે કે તે આ પ્લેટફોર્મ પરથી નીચે પડી જશે, પણ તે કોઈપણ પ્રકારના ડર વગર આ સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :  Viral Video : બિકીની પહેરીને યુવતીએ ધોધ નીચે આપ્યા પોઝ, ટૂર ગાઈડે પોઝમાં કરાવ્યા કરેક્શન, જુઓ Video

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Funny Viral Video: સ્કૂટી લોક કરીને શરુ કરવાનો પ્રયત્ન કરી રહી હતી યુવતી, હસી હસીને લોટપોટ થઈ ગયા યુઝર્સ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ભાઈ જોરદાર. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવું કામ કરવા માટે હિંમત જોઈએ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…