લગ્ન અને શુભ પ્રસંગો પર ડાન્સ કરવામાં ભારતીયો સૌથી આગળ છે. સોશિયલ મીડિયા પર લગ્નના ડાન્સને લગતા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સનું ભારે ધ્યાન ખેંચતા હોય છે. હાલમાં આવા જ એક ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વ્યક્તિના ડાન્સનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ ગોવિંદાની ફિલ્મનું સુપરહિટ સોન્ગ ‘અંખિયો સે ગોલી મારે’ પર જોરદાર અંદાજમાં ડાન્સ કરતો જોવા મળે છે. આ અનોખા ડાન્સરના અનોખા એક્સપ્રેશન્સને કારણે તેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વીડિયો એક પાર્ટી દરમિયાન કેમેરામાં કેદ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યા છે. લોકો પોતાના અંદાજમાં ડાન્સ કરી રહ્યાં છે. પણ એક વ્યક્તિનો ડાન્સ લોકોનું ભારે ધ્યાન ખેંચી રહ્યું છે. આ વ્યક્તિ પોતાના મોંઢા અને આંખોથી જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
આ મજેદાર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી pawan9729kumar નામની એક આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે અને ક્યાં સમયનો છે તે જાણવા મળ્યું નથી, પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ થઈ રહેલા વીડિયોને ખુબ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.
એક યુઝરે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ભાઈ બધા સામેથી હટી જાઓ, નહીં તો આ ભાઈની ગોળીથી માર્યા જશો. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ ભાઈનો દાંતથી ગોળી મારતા લાગે છે. અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, કાકા… કેટલીક ગોળી બચાવીને રાખજો.