Viral Video : પગે પડતા જ આર્શીવાદ આપે છે ગણેશજી, અદ્દભુત વીડિયો થયો વાયરલ

|

Aug 31, 2022 | 7:33 PM

Ganesh Chaturthi 2022 : ભારતમાં આજથી ગણેશ ઉત્સવનો તહેવાર ધૂમધામથી શરુ થયો છે. આ તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. તે બધા વચ્ચે તમારુ દિલ જીતી લે તેવો એક ગણેશજીનો વીડિયો વાયરલ થયો છે.

Viral Video : પગે પડતા જ આર્શીવાદ આપે છે ગણેશજી, અદ્દભુત વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: twitter

Follow us on

ભારત ઉત્વસ પ્રિય દેશ છે. અહીં દરેક ધર્મના તહેવારો સાથે મળીને ધામધૂમથી ઉજવવામાં આવે છે. હાલ દેશમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. લોકોએ હર્ષોઉલ્લાસથી ગણેશજીની સ્થાપના પોતાના ઘર અને સોસાયટીમાં કરી છે. સુરત જેવા શહેરોમાં તો કરોડો રુપિયા ખર્ચીને ગણેશજીનું આગમન કરવામાં આવે છે. શહેરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠે છે. ભારતમાં અનેક ગણેશ મંડપો લોકો બાંધતા હોય છે, તેઓ એકબીજાથી અલગ દેખાવા ગણેશજીની અનોખી મૂર્તિ બનાવતા હોય છે. મંડપોને પણ તેઓ ખાસ થીમથી શણગારતા હોય છે. હાલમાં ગણેશ ચતુર્થીના અવસરે ગણેશજીની મૂર્તિનો એક સરસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈ લોકોની ગણેશ ચતુર્થીનો (Ganesh Chaturthi) શુભ પ્રારંભ થયો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગણેશજી સિંહાસન પર બેઠા હોય તેવી એક મૂર્તિ સામે એક વ્યક્તિ ઉભો છે. તેઓ જેવા ગણપતિના પગને અડકે છે કે તરત એક ચોંકાવનારી ઘટના બને છે. ગણેશજી સિંહાસન પરથી ઉભા થઈ તે વ્યક્તિને આશીર્વાદ આપે છે. આવો વીડિયો તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયો હોય. ગણેશ ચતુર્થીના અવસરે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ભક્તો આ વીડિયો જોઈ આશ્ચર્યચકિત થયા છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર દેશના જાણીતા ઉધોગપતિ હર્ષ ગોયનકાએ શેર કર્યો છે. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે કે, સિમ્પલ ઈજનેર ટેકનીકથી મૂર્તિ કેટલી મીનિંગફુલ બની ગઈ. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે અને લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, આ મૂર્તિ અદ્દભુત છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ તો ગજબની ક્રિએટિવિટી છે. લોકો આ વીડિયો જોઈ મંત્ર મુગ્ધ થઈ ગયા છે.

Next Article