Viral Video : ‘કમર તેરી લેફ્ટ રાઈટ’ સોન્ગ પર નાની ઢીંગલીએ કર્યો ધમાકેદાર ડાન્સ, યુઝર્સને કર્યા મંત્રમુગ્ધ

Kamar Teri Left Right Dance Video : સોશિયલ મીડિયા પર એક હરિયાણી સોન્ગ કમર તેરી લેફ્ટ રાઈટ સોન્ગ વાયરલ થઈ રહ્યું છે. આ સોન્ગ પર ડાન્સ કરી રહેલી એક નાની છોકરીનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : કમર તેરી લેફ્ટ રાઈટ સોન્ગ પર નાની ઢીંગલીએ કર્યો ધમાકેદાર ડાન્સ, યુઝર્સને કર્યા મંત્રમુગ્ધ
Little girl Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 01, 2023 | 5:31 PM

સંગીત અને ડાન્સ માનવીના જીવનને આનંદથી ભરી દેતા હોય છે. હાલમાં આખી દુનિયામાં નવા વર્ષની ઊજવણી પર સંગીત અને ડાન્સ સાથે કરવામાં આવી હતી. સંગીત-ડાન્સ માનવીના રોમ-રોમને આનંદિત કરી દેતુ હોય છે, તેથી જ દરેક શુભ પ્રસંગે સંગીત-ડાન્સનો કાર્યક્રમ રાખવામાં આવે છે. લોકો આવા પ્રસંગોમાં જ પોતાનો કામનો થાક ઉતારીને મુક્તપણે નાચતા-ગાતા હોય છે. હાલમાં એક નાની ઢીંગલી જેવી છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ડાન્સ જોઈ યુઝર્સ મંત્રમુગ્ધ થયા છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ, પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ભારતમાં દરેક શુભ પ્રસંગે લોકો મુક્ત પણે ડાન્સ કરતા હોય છે. હાલમાં એક હરિયાણી સોન્ગ ‘કમર તેરી લેફ્ટ રાઈટ’ ભારે ટ્રેન્ડમાં છે. આજ સોન્ગ પર ડાન્સ કરીને લોકો સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક નાની છોકરી સરસ મજાના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેની સાથે સિંગર અજય હુડ્ડા પણ જોવા મળી રહ્યો છે. એક પ્રસંગ પર સોન્ગ ગાવા આવનારા સિંગર અજય હુડ્ડાએ આ છોકરી સાથે ડાન્સ કર્યો હતો. નાની છોકરી ‘કમર તેરી લેફ્ટ રાઈટ’ પર સરસ મજાના ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે, જેને જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આ રહ્યો એ મજેદાર વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને 16 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ સરસ ડાન્સ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આધુનિક જમાનાની ટેલેન્ટેડ પેઢી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મસ્ત ડાન્સ વીડિયો .


કમર તેરી લેફ્ટ રાઈટ સોન્ગ 2020માં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ હરિયાણી સોન્ગ અજય હુડ્ડા દ્વારા ગાવામાં આવ્યુ હતુ.