Video : સીડી પરથી નીચે ઉતરવા આ બાળકે લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ વાયરલ વીડિયોમાં એક નાનું બાળક જે રીતે સીડી પરથી નીચે લપસી રહ્યું છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.આ ટેણિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

Video :  સીડી પરથી નીચે ઉતરવા આ બાળકે લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
Little child climbing off very easily
| Edited By: | Updated on: Jan 28, 2022 | 12:45 PM

Funny Video : તમે બધાએ આ કહેવત તો સાંભળી જ હશે કે બાળકો (little Kids) ભગવાનનું સ્વરૂપ છે. તમે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર બાળકો સાથે સંબધિત ઘણા વીડિયો જોયા જ હશે. જેમાં કેટલાક વીડિયોમાં બાળકોની મસ્તી જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક નાના બાળકનો વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે જે રીતે સીડી પરથી લપસે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

સ્પાઈડરમેનની સ્ટાઈલથી નીચે ઉતર્યો આ ટેણિયો

સામાન્ય રીતે જે ઉંમરે બાળકો પથારીમાંથી બરાબર ઊતરી શકતા નથી, એ ઉંમરે આ બાળક સ્પાઈડર મેનની (Spider man) જેમ સીડીઓ ઊતરતું જોવા મળે છે. આટલા નાના બાળકનું આ પરાક્રમ જોઈને તમે પણ દંગ રહી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક અદ્ભુત રીતે સીડી પરથી નીચે આવે છે. આશ્ચર્યની વાત એ છે કે તેની માતા પણ ત્યાં જ ઊભી છે, પરંતુ તેને જરાય ચિંતા નથી કે તેનું બાળક સીડી પરથી પડી શકે છે. કેટલાકને આ જોઈને રમુજી લાગશે, પરંતુ બાળકો પ્રત્યે આ રીતે બેદરકાર રહેવું યોગ્ય નથી.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

બાળકનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 90 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Commentts) આપતા જોવા મળે છે. જ્યારે કેટલાક યુઝર્સ પેરેન્ટ્સને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

સલાહ આપતા એક યુઝરે લખ્યુ, ‘દેખીતી રીતે આ સારૂ લાગ્યુ… પરંતુ જો બાળક પડી જાય, તો શું… ? સોશિયલ મીડિયા પર વીડિયો કેવી રીતે વાયરલ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, માતાપિતાએ વધુ જવાબદાર બનવું જોઈએ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ‘શાબાશ, મેરે વીર જવાન.’

 

આ પણ વાંચો : Viral Video : પોતાના લગ્નને દિવસે લેપટોપ લઇને ઓફિસનું કામ કરતી જોવા મળી દુલ્હન